ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Jamnagar Jilla » Dhrol» ધ્રોલમાં છેલ્લા નવ માસ થયા ભુગર્ભ ગટરનું કામ પુરું

    ધ્રોલમાં છેલ્લા નવ માસ થયા ભુગર્ભ ગટરનું કામ પુરું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 02:20 AM IST

    ધ્રોલમાં છેલ્લા નવ માસ થયા ભુગર્ભ ગટરનું કામ પુરું થઇ ગયું છતાં હજુ સુધી ઘણાં બધાં વિસ્તારોમાં હાઉસ કનેકશનો...
    • ધ્રોલમાં છેલ્લા નવ માસ થયા ભુગર્ભ ગટરનું કામ પુરું
      ધ્રોલમાં છેલ્લા નવ માસ થયા ભુગર્ભ ગટરનું કામ પુરું

      ધ્રોલમાં છેલ્લા નવ માસ થયા ભુગર્ભ ગટરનું કામ પુરું થઇ ગયું છતાં હજુ સુધી ઘણાં બધાં વિસ્તારોમાં હાઉસ કનેકશનો અપાયા નથી. પાલિકા હાઉસ કનેકશન આપતી નથી જયારે પાણી પુરવઠા બોર્ડ હાઉસ કનેકશન પાલિકાએ આપવાનાં હોવાનું જણાવે છે. ત્યારે લોકોએ મોટાભાગનાં કનેકશનો સ્વખર્ચે લીધા છે. કનેકશન આપવાનાં ખાનગીમાં મનફાવે તેવા ચાર્જ વસુલાય છે. ત્યારે બંને કચેરીઓનાં સંકલનનાં અભાવ વચ્ચે પ્રજાએ પીસાવાનો વારો આવ્યો છે. નવ માસ સુધી પાલિકાએ આ બાબતે નિર્ણય શા માટે લીધો નહીં તેવા પ્રશ્નો પણ ઉઠયા છે.

      ભુગર્ભ ગટરનું કામ પુરું થયે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જેતે નગરપાલિકા ગ્રામપંચાયત વિગેરે સંસ્થાને ભુગર્ભ ગટરની સોંપણીની પ્રક્રિયા કરાય છે. ત્યારબાદ જેને સંસ્થા હાઉસ કનેકશન કે મેન્ટેનન્સ ચાર્જ નક્કિ કરતી હોય છે. તે પ્રમાણે લોકો પાસેથી ચાર્જ વસુલાય છે. નવ માસ થયા ધ્રોલ પાલિકામાં આ બાબતે કોઇ નિર્ણય લેવાયો નથી. ખરેખર ફરિયાદો પાણી પુરવઠા બોર્ડને કરવાની હોય છે તે આમ પ્રજાને ખબર હોતી નથી.લોકો પ્રથમ તો ફરીયાદ કરવા પાલિકાએ જાય છે.પાલિકામાં બોર્ડ કે એજન્સીનો કોઇ માણસ ફરિયાદ નીકાલ માટે બેસતા નથી. પાલિકા લેખીત ફરિયાદોને પાણી પુરવઠા બોર્ડને મોકલે છે. ત્યારબાદ નિકાલ કરવામાં સમય નિકળી જાય છે ફરિયાદોનો વ્યવસ્થિત નિકાલ થતો નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Jamnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધ્રોલમાં છેલ્લા નવ માસ થયા ભુગર્ભ ગટરનું કામ પુરું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `