• Gujarati News
  • National
  • ધ્રોલ તાલુકાનાં જાયવા થી વાગુદડ પીયાવા ૧૦ કિમીનાં સીંગલ

ધ્રોલ તાલુકાનાં જાયવા થી વાગુદડ પીયાવા ૧૦ કિમીનાં સીંગલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રોલ તાલુકાનાં જાયવા થી વાગુદડ પીયાવા ૧૦ કિમીનાં સીંગલ પટ્ટી રોડની હાલત એકદમ બિસ્માર થઇ ગઇ છે. મોટા મોટા ખાડા પડી જવાથી લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ધ્રોલ સાથે છ ગામોને જોડતા આ રસ્તામાં ઉડતી ધુળનાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી ઉભી થઇ છે.

મોરબી અને કચ્છ તરફથી આવતા જતા મોટા ભાગનાં ભારે વાહનો દિવસ દરમ્યાન આ રોડ પરથી પસાર થાય છે.ચોમાસા તેમજ ભારે વાહનોની અવરજવરને કારણે રોડ પર મસમોટા ગાબડાઓ પડી ગયા છે. ચોમાસા બાદ ખાડાઓમાં ધુળ નાંખવાનાં કારણે વાહન પસાર થતાં ધુળની મોટી મોટી ડમરીઓ ઉડે છે. આનાં કારણે રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. રોડની બંને સાઇડમાં ખેડૂતોનાં ખેતરો આવેલા હોય રોડ પર સતત ઉડતી ધુળનાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને દવાનાં છંટકાવ વિગેરેની અસર થતી ન હોય પાકને નુકશાનીનો ભય સતાવી રહયો છે. કપાસ તેમજ મગફળી તેમજ અન્ય પાકોનાં પાન અને છોડ પર ધુળનાં થર જામી ગયેલા જોવા મળી રહયા છે.ત્યારે આ માર્ગ તાત્કાલીક રીપેરીંગ થાય તેવી માંગણી ખેડૂતો અને વાહન ચાલકોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...