તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધ્રોલમાં આખરે તંત્ર જાગ્યું, રોડનું સમારકામ શરૂ

ધ્રોલમાં આખરે તંત્ર જાગ્યું, રોડનું સમારકામ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલનાંહાર્દ સમા રાજકોટ રોડ તૂટી જઇ મોટા ગાબડા પડી જઇ સળીયાઓ ઉપર આવી ગયા છે. જેનાં કારણે શહેરની જનતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. છેલ્લા ઘણાં દિવસથી ધ્રોલનાં વેપારીઓ, મહિલાઓ અને જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગને બાબતે અનેક રજુઆતો કરી હતી. દિવ્ય ભાસ્કરે પ્રજાહિતની બાબતે અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતાં. અંતે તંત્રએ આળસ ખંખેરતા રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું અને ધ્રોલની જનતાની રજુઆતો ફળી હતી.

ધ્રોલ શહેરમાંથી પસાર થતો તેમજ મોરબી, કચ્છ અને ટંકારાને જોડતો સ્ટેટ હાઇવે નં ૨૫ ધ્રોલની સરકારી હોસ્પીટલથી શરુ કરીને જોડીયાના નાકા સુધીનાં સી સી રોડમાં મોટા મોટા ગાબડાઓ અને ખાડા પડી જવાથી સળીયા દેખાવા લાગ્યા છે. ઘણી જગ્યાઓએ સળીયાઓ પણ તૂટવા લાગ્યા હતાં ઉપર આવેલા સળીયાઓનાં કારણે રસ્તા ઉપર ચાલનારા લોકો અને વાહનચાલકોને બાબતે ધ્રોલની જનતાને સતત અકસ્માતનો ભય પણ લાગી રહયો છે. તેમજ વારંવાર માટીથી બુરવામાં આવતા ખાડાઓમાંથી ઉડતી ધુળની ડસ્ટનાંકારણે લોકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

રોડને તાત્કાલીક વ્યવસ્થીત રીતે રીપેરીંગ કરવા ધ્રોલનાં જાગત નાગરીકો , વેપારીઓ તેમજ મહિલાઓમાં રોડ પર પડી ગયેલા મોટા ખાડાઓ તેમજ ઉપર આવી ગયેલા સળીયાઓનાં કારણે પડતી હાલાકી વિશે તેમજ રોડને તાત્કાલીક ધોરણે રીપેરીંગ કરવો જોયયે તેવી માંગ ઉઠી હતી. કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્ર તેમજ બહેરા સતાધિશોને તાત્કાલીક રોડનું રીપેરીંગ કરવા જગાડવા શહેરનાં જાગૃત લોકો મહિલાઓ અને વેપારીઓએ માર્ગ અને મકાન વિભાગને સતત શાંતિપૂર્ણ રીતે રજુઆતો કરી આવેદનપત્રો આપ્યા હતાં. લોકોની સતત રજુઆતો તેમજ દિવ્યભાસ્કરનાં અહેવાલોને લઇ અંતે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી રોડનું રીપેરીંગ હાથ ધરાયું છે. માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓએ રોડની કોંક્રેટની ઉંડાઇનું રોડને ખોદી નિરીક્ષણ પણ કર્યું હતું.

માર્ગ અને મકાન વિભાગનાં નાયબ ઇજનેર ફુલતરીયાએ જણાવ્યું હતું કે હવે વરસાદ રહી ગયો છે કેમકે કોંક્રેટને જામતા વાર લાગે તેમજ ધ્રોલની જનતાની તાત્કાલીક રોડને રીપેરીંગ કરવાની માંગને ધ્યાને લઇ રોડનું કામ તાત્કાલીક અને વ્યવસ્થિત થાય તે માટે સૌ પ્રથમ બ્રેકરથી ખાડાઓ અને ખરાબ કોંક્રેટને દુર કરી તેમજ ટ્રાફિકેબલ રોડ હોય ટ્રાફિકને અડચણરુપ પણ થાય તે રીતે એક એક સાઇડનું રાત્રી દરમ્યાન રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે.

અેક-અેક સાઇડનું કામ હાથ ધરાશે : નાયબ ઇજનરે

ધ્રોલમાં માર્ગોમાં ગાબડા પડતા ભારે હાલાકી વેઠવી પડતી હોવા છતાં નગરની જનતાએ કાેઇપણ રાજકીય પક્ષનો સહારો લીધા વગર શાંતિપૂર્ણ અને સ્વયંશિસ્ત સાથે જવાબદાર કચેરીઓને રજુઆત કરી હતી. જેની ફળશ્રુતિરૂપે રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

રાજકીય પક્ષના ટેકા વગર જનતાએ લાવ્યો ઉકેલ

અન્ય સમાચારો પણ છે...