Home » Gujarat » Jamnagar Jilla » Dhrol » ગુજકોટના પ્રતિનિધિની હાજરીમાં ખરીદી છતાં રિજેકટથી સમસ્યા

ગુજકોટના પ્રતિનિધિની હાજરીમાં ખરીદી છતાં રિજેકટથી સમસ્યા

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 02:10 AM

મોટા વાગુદડ મંડળીનાં પ્રતિનિધી રાજભા જાડેજાએ જણાવ્યું હતુ કે મંડળી દ્વારા તા. ૫નાં ખરીદાયેલ ત્રણ ગાડી મગફળી...

  • ગુજકોટના પ્રતિનિધિની હાજરીમાં ખરીદી છતાં રિજેકટથી સમસ્યા
    મોટા વાગુદડ મંડળીનાં પ્રતિનિધી રાજભા જાડેજાએ જણાવ્યું હતુ કે મંડળી દ્વારા તા. ૫નાં ખરીદાયેલ ત્રણ ગાડી મગફળી ગાંધીધામ ગુજકોટનાં સેન્ટરે મોકલવામાં આવતા પ્રથમ ગાડી જ રીજેકટ કરવામાં આવી હતી. જયારે મગફળીની ખરીદીના વીડીયો રેકોર્ડીંગ સમયે ગુજકોટન પ્રતિનિધીની હાજરી હોય છે.મંડળી સરકારનાં પ્રતિનિધી તરીકે ખરીદી કરે છે. છતાં મગફળીની ગાડી રીજેકટ થાય તે પ્રશ્ન છે. ગાડી રીજેકટ થવાથી ત્રણ દિવસનું ભાડું, ખેડૂતનાં માલને નુકશાન, વેરીએશનનું જવાબદારી કોની, પૈસા કોણ ચુકવે તે પણ પ્રશ્ન છે.આ બાબતે ગુજકોટ જવાબદારી લે તો જ ખરીદી ચાલુ કરી શકાય અન્યથા નહીં.

    બપોર બાદ મગફળીની ખરીદી શરૂ કરાઇ

    ધ્રોલની મંડળી દ્રારા ગાંધીધામ મોકલવામાં આવેલી મગફળીની ગાડી રીજેકટ કરવામાં આવતા ખરીદી બંધ કરવામાં આવી હતી.પરંતુ ગાડીમાં નબળી ગુણવતાવાળી ગુણી સિવાયની મગફળી સ્વીકારવામાં આવતાં બપોર બાદ મંડળી દ્રારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ