ભાસ્કર ન્યુઝ.ધ્રોલ

ભાસ્કર ન્યુઝ.ધ્રોલ ધ્રોલનાં એમ ડી મહેતા એજયુ ટ્રસ્ટ ખાતે રાજયકક્ષાનો સૌ પ્રથમ વુમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેર...

DivyaBhaskar News Network | Updated - Mar 10, 2018, 02:05 AM
ભાસ્કર ન્યુઝ.ધ્રોલ
ભાસ્કર ન્યુઝ.ધ્રોલ

ધ્રોલનાં એમ ડી મહેતા એજયુ ટ્રસ્ટ ખાતે રાજયકક્ષાનો સૌ પ્રથમ વુમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેર યોજાઇ હતો.જેમાં સમગ્ર રાજયનાં ૨૦ જેટલા જિલ્લામાંથી મહિલા સ્પર્ધકોએ ઉપસ્થિત રહી સીનીયર જુનીયર અને કોલેજ એમ ત્રણ વિભાગની મોડેલ મેકીંગ મોડેલ પ્રેઝન્ટેશન વિજ્ઞાન કવીઝ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. એમ ડી મહેતા મહિલા મંડળ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરીત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનનાં ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે રાજયકક્ષાનો પ્રથમ વુમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેર યોજાય ગયો.

કાર્યક્રમનાં ઉદઘાટક અને અધ્યક્ષ પદે જીસીઆરટી ગાંધીનગરનાં રીડર મીતાબેન પંચાલ મહિલા વૈજ્ઞાનીક મેઘાબેન ભટ્ટ મહિલા મંડળનાં પ્રમુખ સુધાબેન ખંઢેરીયા ટ્રસ્ટી સેજલબેન મહેતા હંસાબેન મહેતા સહિતનાંઓની ઉપસ્થિતિમાં ગુજરાતભરનાં ૨૦ જેટલા જિલ્લાઓમાંથી આવેલ મહિલા સ્પર્ધકોએ વિવિધ વિભાગોમાં પોતાની કૃતીઓ રજુ કરી હતી. પ્રથમ વખત યોજવામાં આવેલા આ પ્રસંગે ટેકનોફેરનાં જુનિયર વિભાગમાં મોડેલ મેકીંગ મોડેલ પ્રેઝન્ટેશન રાઉન્ડ ટેબલ સ્પર્ધા યોજાઇ હતી.

X
ભાસ્કર ન્યુઝ.ધ્રોલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App