Home » Gujarat » Bhuj » Dayapar » લખપત તાલુકામાં ઠેર-ઠેર ઉજવાશે હનુમાન જયંતિ

લખપત તાલુકામાં ઠેર-ઠેર ઉજવાશે હનુમાન જયંતિ

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 04:55 AM

Dayapar News - ચાલીસા, મહાઆરતી, સંતવાણીના આયોજન થશે

  • લખપત તાલુકામાં ઠેર-ઠેર ઉજવાશે હનુમાન જયંતિ
    પશ્ચિમ કચ્છમાં આજે ઠેર-ઠેર હનુમાન જયંતિની આસ્થાસભર વાતાવરણમાં ઉજવણી કરાશે. હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી તેમજ રાત્રે સંતવાણી સહિતના આયોજન કરાયાં છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડશે.

    વર્માનગરથી નારાયણ સરોવરના હાઇવેથી થોડું અંદરની તરફ જંગલ વિસ્તારમાં ‘ડાળિયાર ધામ’ તરીકે ઓળખાતાં પંચમુખી હનુમાનજી મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરાશે. સંભવત: પશ્ચિમ કચ્છમાં એકમાત્ર એવા પાંચ મુખવાળા મારૂતિનંદનના દર્શનાર્થે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ મૂર્તિની સ્થાપના દસેક વર્ષ અગાઉ આ વિસ્તારમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા કરાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ