તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સાન્ધ્રો ડેમના હિંસક પ્રાણીથી ગ્રામજનોમાં ફેલાયો ભય

સાન્ધ્રો ડેમના હિંસક પ્રાણીથી ગ્રામજનોમાં ફેલાયો ભય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતતાલુકાના સુભાષપર નજીક આવેલા સાન્ધ્રો ડેમમાં પાણીમાં કોઇ હિંસક જળચર પ્રાણી ડેમમાં પાણી પીવા આવતી ભેંસોને શિકાર બનાવે છે. બનાવને પગલે માલધારીઓમાં ચિંતા ફેલાઇ રહી છે. હિંસક પ્રાણીને તુરંત દૂર કરવામાં આવે તેવી માંગ વન વિભાગ અને વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી છે.

માલધારી જત ખેરમામદ હાજીના જણાવ્યા અનુસાર સાન્ધ્રો ડેમમાં પાણી પીવા આવતી ભેંસોને હિંસક જળચર પ્રાણીને નુકસાન પહોંચાડી મોતને ઘાટ ઉતારે છે. છેલ્લા ઘણા સમયથી બનતા આવા બનાવો અગાઉ પણ બની ચૂક્યાં છે. હિંસક પ્રાણી ગામમાં પ્રવેશીને પશુઓ તથા મનુષ્યને નુકસાન પહોંચાડે તે પહેલાં વનવિભાગ દ્વારા પગલાં લેવાય તેવી માંગ તંત્ર સમક્ષ કરી હતી.