તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખાણોટના યુવાનની હત્યાનો આરોપી જબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાણોટના યુવાનની હત્યાનો આરોપી જબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતતાલુકાના ખાણોટ ગામમાં શુક્રવારે વહેલી પરોઢે કાંટાની વાડ મુદ્દે થયેલી યુવાનની હત્યાના ચકચારી બનાવ બાદ નારાયણ સરોવર પોલીસને હત્યાનો ભોગ બનનારની પત્નીએ નોંધાવેલી ફરિયાદ બાદ નાસી છુટેલા આરોપીને પકડી પાડવા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ના.સરોવર પોલીસને સફળતા મળી છે અને હત્યાનો મુખ્ય આરોપી ભચુ સાલે જતને શનિવારે મોડી સાંજે પકડી પાડ્યો હતો.

તાલેકાના ખાણોટ ગામે શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યાના આરસામાં બનેલ યુવાનની હત્યાના બનાવમાં ભોગ બનનાર ઇલિયાસ ઉર્ફે ઇભલા મામદ જત ની પત્નીએ નોંધાવેલી ફરીયાદ મુજબ મૃતક ઇલિયાસ વહેલી સવારે કુદરતી હાજતે જતો હતો ત્યારે ગામનો ભચાયા સાલે જતે તેના પતિને અગાઉ ચાર માસ પહેલા ઘરના રસ્તાની બાજુમાં કાંટાળી વાડ બનાવવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી તેણે તથા તેના સાથે બે શખ્સોએ માથામાં લાકડી તેમજ કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાની નોંધાવેલી ફરિયાદ બાદ નાસી ગયેલા આરોપી વિરુધ્ધ ના.સરોવર પોલીસ મથકમાં ગુનો નોંધી પીએસઆઇ વી.એ.રાણાએ સઘન તપાસ હાથ ધરી હતીતેમણે જણાવ્યું હતુંકે,આ હત્યામાં જેનું નામ આરોપી તરીકે દર્શાવાયું છે તે ભચાયા સાલે જતને અમે પકડી લીધો છે જેની ઓળખ વીધી કરાયા બાદ પુછપરછ કરી તેના સાગરીતો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો