તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શિણાપર પાસે સાધુનો ભોગ લેનાર બાઇક ચોરીની નીકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિણાપર પાસે સાધુનો ભોગ લેનાર બાઇક ચોરીની નીકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતનાશીણાપર નજીક ગત બે માસ પહેલા મોટર સાઇકલના વ્હીલમાં ધોતિયાનો છેડો ફસાઇ જતા તેના ચાલક જૂનાગઢના યુવાન વયના સાધુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જે અંગેનો ગુનો દયાપર પોલીસમાં દર્જ થયા બાદ પોલીસે બાઇક અંગે જીણવટભરી તપાસ હાથ ધરતા અકસ્માતમાં ભોગ લેનાર બાઇકની ચોરી થઇ હોવાનું અને તે બાઇક બોટાદની હોવાનું ખૂલ્યું છે.

દયાપર પોલીસના પીએસઆઇ કે.બી.ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બે માસ પૂર્વ ગત તા.28/6ના તાલુકા શીણાપર ગામના પાટીયા નજીક બનેલ માર્ગ અકસ્માતના બનાવમાં મૂળ પંચ અગ્નિ અખાડા ભવનાથ જૂનાગઢના સાધુ જયદેવાનંદજી સ્પેલેન્ડર બાઇક નં.જીજે 03 એમએમ 5740 દ્વારા લખપતથી છેર જતા હાઇવે માર્ગ પર જતા હતા ત્યારે શીણાપર નજીક સર્જાયેલી અકસ્મતમાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. બાદમાં જે બાઇક હતી તેના નંબર પ્લેટ ખોટી હોવાનું માલુહ પડતા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા તેમજ નંબર તેમજ બાઇકના ચેસીસ નંબર સહિતની માહિતી આરટીઓ પોલીસથી માંગવામાં આવ્યા બાદ તે બાઇકની નંબર પ્લેટ ખોટી નીકળી હતી. હિરો હોન્ડા બાઇકના અસલી રજિસ્ટ્રેશન નં. જીજે 04 બીએલ 4229 હોવાનું અને તેના મૂળ માલીક બોટાદના વિજયભાઇ દલસુખ ભરભાયાની હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો