• Gujarati News
  • National
  • દયાપર ખાતે મંજૂર થયેલી કોલેજનું શિક્ષણમંત્રીના હસ્તે કરાયું ઉદઘાટન

દયાપર ખાતે મંજૂર થયેલી કોલેજનું શિક્ષણમંત્રીના હસ્તે કરાયું ઉદઘાટન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપરખાતે કોમર્સ એન્ડ આર્ટસ કોલેજનું રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરાતાં તાલુકાવાસીઓની લાંબા સમયની પડતર માંગ પૂરી થઇ હતી. મોર્ડન સ્કૂલ સંકુલમાં ચાલુ સત્રથી શરૂ થનારી કોલેજના ઉદઘાટન બાદ શિક્ષણમંત્રીએ કોલેજનું સફળ સંચાલન થવા સાથે યુવાનો વધુ અભ્યાસ કરે તેવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઓનલાઇન પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરાયું હતું. લાંબા સમયની માંગ સંતોષાતાં અાગેવાનોએ શિક્ષણમંત્રીનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી, માધ્યમિક શિક્ષણાધિકારી મધુકાંતભાઇ, તા.ભાજપના પ્રમુખ વેરસલજી તુંવર, હસમુખ પટેલ, સુરેન્દ્રસિંહ જાડેજા, જવાહર મારાજ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રોશની જોષી તેમજ અાભારવિધિ મહેશ ચૌહાણે કરી હતી.

કોલેજના ઉદ્દઘાટન સમયે ઉપસ્થિત પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો નજરે પડે છે.

દયાપર કોલેજના ઉદઘાટનની સાથે-સાથે...

-કોલેજના ઉદઘાટન કાર્યક્રમમાં માત્ર તાલુકા ભાજપના આગેવાનો દેખાતા હતા.

- કાર્યક્રમમાં સંખ્યા દર્શાવવા માટે પ્રા. શિક્ષકો તેમજ સ્કૂલના બાળકોને હાજર રખાયા હતા. શાળાનો સમય બપોરનો હોવા છતાં બાળકોને છેક સાંજ સુધી બેસાડી રાખ્યા હતા.

- જ્યાં કોલેજ શરૂ થવાની છે તે મોર્ડન સ્કૂલમાં રૂમો કે જરૂરિયાત મુજબ સાધન સહિત હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કોઇ પ્રકારની લેખિત મંજૂરીની માંગ પણ કરાઇ નથી. વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરાઇ નથી.

-આ કોલેજ જેના નેજા હેઠળ શરૂ થઇ રહી છે, તે યુનિવર્સિટીમાંથી કોઇ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...