• Home
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • જાનનું જોખમ હોવાની દલિત પરિવારની રજુઆત વચ્ચે સગા ભાઈનું ભેદી મોત

જાનનું જોખમ હોવાની દલિત પરિવારની રજુઆત વચ્ચે સગા ભાઈનું ભેદી મોત

તાજેતરમાં સંપન્ન થયેલી દયાપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે ઝુકાવનારા પ્રવિણ ચાવડા ચુંટણી હારી ગયા બાદ...

DivyaBhaskar News Network | Updated - Feb 28, 2018, 04:15 AM
જાનનું જોખમ હોવાની દલિત પરિવારની રજુઆત વચ્ચે સગા ભાઈનું ભેદી મોત
તાજેતરમાં સંપન્ન થયેલી દયાપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે ઝુકાવનારા પ્રવિણ ચાવડા ચુંટણી હારી ગયા બાદ ગ્રામજનો સાથે ધાકધમકી કરતા હોવા અંગે સ્થાનિક ગ્રામજનોએ મામલતદાર અને પોલીસતંત્રમાં રજુઆત કરી 3 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સામા પક્ષે પ્રવિણ ચાવડાએ પણ સરપંચ દ્વારા ધમકી અપાતી હોવાની કલેકટરને રાવ કરી હતી. આ રજુઆત પછી મંગળવારની રાત્રે જ પ્રવિણ ચાવડાના સગાભાઈ નારાણ ચાવડાનું આકસ્મિક મૃત્યુ થતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

ગામના સરપંચ વસંત શામજી પટેલ, ઉપસરપંચ મનીષ ગોસ્વામી તેમજ તમામ સદસ્યો અને 60 જેટલા ગ્રામજનોની સહી સાથે પાઠવાયેલા આવેદનમાં_ ચૂંટણી હારી ગયા બાદ પ્રવિણ ચાવડા ગામના લોકોને નોકરીમાંથી છુટા કરાવી દેવા, પ્લોટની માપણી કરાવવા, કસ્તુરબા વિધ્યાલયમાં બાળકીઓ સાથે ધાકધમકી કરાવવા સહિતના મુદે દહેશત ફેલાવી ગામમાં ભયનો માહોલ ખડો કરી રહ્યા છે.

ચૂંટણીની હારનું અંટશ રાખી પાછલા 15 દિવસથી આ પ્રકારની ધાકધમકી કરી ગામલોકોને ઉચ્ચાટભરી સ્થિતીમાં મુકી દેનાર આ શખસ ગામમાં દિનદયાળ ગ્રાહક ભંડારની દુકાન ચલાવતા હોઇ અહી રાશન લેવા આવતા ગ્રામજનો સાથે ગેરવર્તાવ કર્યો હોવાની પણ રજુઆત કરી હતી.

ગામના શંકરદાન ગઢવી, હેમલતા લિ઼ંબાણી, નરસિંહ જબુઆણી, ધનજી સાંખલા, કિશોર સુથાર, ગુલમામદ, કાન્તિ રૂડાણી, જયંતિ ઠકકર સહિતે જરૂર પડયે ગાંધીચિંધ્યા માર્ગે લડતની તૈયારી દેખાડી હતી.

સરપંચ ધમકાવતા હોવાની પ્રતિ રજુઆત

X
જાનનું જોખમ હોવાની દલિત પરિવારની રજુઆત વચ્ચે સગા ભાઈનું ભેદી મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App