Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Dayapar » દયાપરની વીજ કચેરી ભારે એડવાન્સ આઠ-આઠ મહિના આગળ ચાલે છે !

દયાપરની વીજ કચેરી ભારે એડવાન્સ આઠ-આઠ મહિના આગળ ચાલે છે !

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 04:15 AM

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરની વીજ કચેરીએ તેના ગ્રાહકને આપેલ નોટીસમાં મોટો છબરડો વાળ્યાની ઘટના પ્રકાશમાં આવી...

  • દયાપરની વીજ કચેરી ભારે એડવાન્સ આઠ-આઠ મહિના આગળ ચાલે છે !
    લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરની વીજ કચેરીએ તેના ગ્રાહકને આપેલ નોટીસમાં મોટો છબરડો વાળ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે અરજદારે આ બાબતે તંત્રનું ધ્યાન દોરતાં નોટીસની તારીખ અને માસમાં સુધારો કરી આપ્યો હતો.

    દયાપરની વીજ કચેરીએ 19 ફેબ્રુઆરીના રોજ અેક વીજ ગ્રાહકને આપેલી એક માસની નોટિસમાં જણાવાયું હતું કે કંપની તરફથી આપવામાં આવતા વીજ વપરાશના બિલની રકમ ભરપાઇ નહિ કરી હોવાથી તારીખ 2-10-18ના દિવસથી આપનું વીજ જોડાણ બંધ કરવામાં આવ્યું છે. તેમ હજુ સુધી બાકી લેણાની રકમ તથા પુન: જોડાણ માટેનો નિયત ચાર્જ ભરી વીજ જોડાણ ફરી ચાલુ કરવાની કોઇ કામગીરી કરી જ નથી.

    આ નોટીસ મળ્યાના 30 દિવસમાં બોર્ડની લેણી નિકળતી રકમ અને પુન: જોડાણ માટેનો નિયત ચાર્જ ભરવામાં નિષ્ફળ જશો તો કંપની બાકી નિકળતી લેણી રકમ ભરવાના પોતાના હકકને અબાધીત રાખી ગ્રાહકને હવે વિધ્યુત પુરવઠો જોઇતો નથી એમ માની સર્વિસ લાઇન ,મીટર સહિતની વસ્તુ કાયમને માટે લઇ લેશે.

    નોટીસની તારીખ 2 ઓકટોબર 2018 દર્શાવી તંત્રે રીતસરનો છબરડો જ વાળ્યો છે. ખરેખરતો આ તારીખ અને મહિનો જ હવે આવશે. જોકે તંત્રે પોતાની ભુલનો એકરાર કરવાના બદલે ગ્રાહકોને ઉલ્ટું સુલટું સમજાવી નોટીસમાં ઉપરછલ્લો સુધારો કરી આપ્યો હતો. જોવાની ખુબી એ છે કે એક તરફ ડિઝીટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો થઇ રહી છે બીજી તરફ આવી સામાન્ય બાબતમાં પણ તંત્ર કોઇ ચોકસાઇ રાખતું હોય તેવું નજરે ચડયું નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending