ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Dayapar» મઢમાં દાનપેટીમાંથી હાથ સાફ કરતો શખસ રંગેહાથ ઝડપાયો

    મઢમાં દાનપેટીમાંથી હાથ સાફ કરતો શખસ રંગેહાથ ઝડપાયો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 26, 2018, 04:10 AM IST

    પવિત્ર યાત્રાધામ માતાનામઢમાં મંદિર પરિસરમાં આવેલી ખડગધારીની ઓરડીમાંની દાનપેટીનું તાળું તોડી રોકડની ચોરી કરતો...
    • મઢમાં દાનપેટીમાંથી હાથ સાફ કરતો શખસ રંગેહાથ ઝડપાયો
      મઢમાં દાનપેટીમાંથી હાથ સાફ કરતો શખસ રંગેહાથ ઝડપાયો
      પવિત્ર યાત્રાધામ માતાનામઢમાં મંદિર પરિસરમાં આવેલી ખડગધારીની ઓરડીમાંની દાનપેટીનું તાળું તોડી રોકડની ચોરી કરતો શખસ પૂજારીને હાથે રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ હતી.

      ચૈત્રી નવરાત્રીનો પ્રસંગ હજી પૂર્ણ થયો છે તેવામાં જ રામનવમીની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં આરતી-પૂજન બાદ જ્યારે પૂજારી પરિસરમાંથી બહાર તરફ જઇ રહ્યા હતા તે સમયે તેમનું ધ્યાન અચાનક નજીકમાં આવેલી ખડગધારીની ઓરડી તરફ ગયું. દાનપેટીનું તાળુ તૂટેલું હતું અને ઓરડીમાં એક શખસ ઘૂસ્યો હતો. પૂજારીએ તુરત જ તેને પકડી પાડ્યો હતો.

      પકડાયેલા શખસને માતાનામઢ આઉટપોસ્ટ પોલીસને હવાલે કરાતાં સ્ટાફના રોહિત ભટ્ટ અને તેમની ટીમ તાત્કાલિક મંદિરમાં ધસી આવી હતી. પકડાયેલા શખસનું નામ તૈહિબલાલ દૂજે હોવાનું અને તે ઝારખંડનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

      વધુ તપાસ ચાલી રહી છે. રવિવાર અને રામનવમી હોવાથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત યાત્રિકોમાં ચકચાર મચી જવા પામી હતી.

      આરોપી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મઢમાં દાનપેટીમાંથી હાથ સાફ કરતો શખસ રંગેહાથ ઝડપાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top