Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Dayapar » કોઠાવારી ક્રિકમાં પકડાયેલી બોટ કોટેશ્વરના કિનારે લવાઇ

કોઠાવારી ક્રિકમાં પકડાયેલી બોટ કોટેશ્વરના કિનારે લવાઇ

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:10 AM

બુધવારે બીએસએફ દ્વારા કોઠાવારી ક્રિક વિસ્તારમાંથી પકડાયેલી બિન વારસુ બોટ ગુરૂવારે બપોરે કોટેશ્વરના સમુદ્રી...

  • કોઠાવારી ક્રિકમાં પકડાયેલી બોટ કોટેશ્વરના કિનારે લવાઇ
    બુધવારે બીએસએફ દ્વારા કોઠાવારી ક્રિક વિસ્તારમાંથી પકડાયેલી બિન વારસુ બોટ ગુરૂવારે બપોરે કોટેશ્વરના સમુદ્રી કિનારે લાવવામાં આવી હતી. બીજી બાજુ આ બોટમાંથી ભાગી છૂટેલા ઘૂસણખોરોની સઘન શોધખોળ હાથ ધરાઇ હતી.

    કોઠાવારી ક્રિક વિસ્તાર તરીકે ઓળખાતા જી-38 પીલર પાસેથી બીએસએફની 108 બટાલિયન દ્વારા પકડી પાડવામાં આવેલી બોટમાંથી માછીમારીના સામાન તેમજ કપડાં સિવાય કોઇ ચીજ મળી નથી. અગાઉ પકડાયેલી બોટ કરતાં થોડા મોટા કદની આ બોટમાં 6થી 8 જેટલા માછીમારો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

    છેલ્લા બે સપ્તાહમાં બિન વારસુ બોટ મળવાની ત્રીજી ઘટના બનતાં સરહદી કોટેશ્વર અને લખપતમાં સીમા સુરક્ષા બળના અધિકારીઓની આવા-જાવન વધી ગઇ છે અને દરિયાઇ સરહદે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

    બોટમાં શું શું મળ્યું ?

    20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી બોટમાં 9 કેન, 4 પાવડા, 1 ક્રેબ સ્ટીક, ટૂલ બોક્ષ, 5 કરચલા કી, 7 ઓશિકા, 7 બ્લેન્કેટ, 10 કૂર્તા, 8 સ્વેટર, 10 પાયજામા, 5 જોડી સ્લીપર તેમજ ઘઉં, ખાંડ, તેલ, ચોખા સહિતની રાશન સામગ્રી તથા વાસણો મળ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending