• Home
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • વિઘાકોટથી ઝડપાયેલો પાકિસ્તાન ઘુસણખોર આજે જેઆઇસીને સોંપાશે

વિઘાકોટથી ઝડપાયેલો પાકિસ્તાન ઘુસણખોર આજે જેઆઇસીને સોંપાશે

આયોજનને અનુલક્ષીને ગામોમાં તૈયારીઓનો ધમધમાટ પૂરજોશમાં

DivyaBhaskar News Network | Updated - Apr 09, 2018, 04:00 AM
વિઘાકોટથી ઝડપાયેલો પાકિસ્તાન ઘુસણખોર આજે જેઆઇસીને સોંપાશે
ગુરૂવારે કચ્છ સરહદે વિઘાકોટ પાસેના ભારતિય પિલર નંબર 1127 નજીકથી ઝડપાયેલ પાકિસ્તાની ઘુસણખોરને આજે સોમવારે વિધીવત રીતે ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના હવાલે કરી દેવાશે. ગુરુવારે સવારે બીએસએફના જવાનોએ પાકના સિંધ પ્રાંતના અકિલી કી કોટ નામના ગામમાં રહેતા મોહમ્મદ અલીને પકડી પાડી પ્રાથમીક પુછતાછ બાદ નરા પોલીસના હવાલે કરી દેવાયો હતો. પાગલ હોવાનો ડોળ કરતા પણ દેખાવે ચાલાક દેખાતા આ શખસની માનસિક સ્થિતી ચકાસવા માટે નરા પોલીસના ભુજના માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ અવાયો હતો. આ શખસ વારમવાર નિવેદન બદલતો હોવાના લીધે સુરક્ષા એજન્સીઓ પણ ચકરાવે ચડેલી દેખાઇ રહી છે. ત્યારે હવે ભુજના જેઆઇસીમાં વિવિધ સુરક્ષા એજન્સીોઅ આ પાક ઘુસણખોરની આકરી ઉલટતપાસ કરશે

X
વિઘાકોટથી ઝડપાયેલો પાકિસ્તાન ઘુસણખોર આજે જેઆઇસીને સોંપાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App