• Home
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • અખાત્રીજના કડવા પાટીદાર સમાજના 176 યુગલો લગ્નના બંધને બંધાઇ જશે

અખાત્રીજના કડવા પાટીદાર સમાજના 176 યુગલો લગ્નના બંધને બંધાઇ જશે

અખાત્રીજના કડવા પાટીદાર સમાજના 176 યુગલો લગ્નના બંધને બંધાઇ જશે

DivyaBhaskar News Network

Apr 09, 2018, 04:00 AM IST
વૈશાખ સુદ ત્રીજ-અક્ષયતૃતિયાના શુભ દિવસે કડવા પાટીદાર સમાજના 11 જેટલાં ગામોમાં 176 યુગલો પરિણયસૂત્રે બંધાવાના છે. આ સમૂહલગ્નોત્સવની ધામધૂમથી તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

વણજોયાં મુહૂર્ત તરીકે ઓળખાતી અખાત્રીજ- 18મી એપ્રિલના રોજ તમામ પ્રકારના શુભકાર્યો હાથ પર લેવાય છે ત્યારે કડવા પાટીદાર સમાજના ગામોમાં ઠેર-ઠેર સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે. હવે આયોજનને માત્ર એક સપ્તાહ જેટલો જ સમય બાકી રહ્યો હોવાને લીધે આયોજકો દ્વારા બેઠકો અને વિવિધ સમિતિઓની વરણીનો દોર ચાલી રહ્યો છે. આ પ્રસંગે દેશ-વિદેશમાં વસતા સમાજના લોકો પોતાના વતન પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. જેને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં ચહલ-પહલ વધશે. બજારોમાં રોનક જોવા મળી રહી છે.

11 ગામો, 176 યુગલો

વાંઢાય-38, કોટડા(જ)-26, વિથોણ-22, કોટડા(ચ)-18, મથલ-16, દયાપર-15, ગઢશીશા-11, રવાપર-9, નેત્રા-7, માંડવી-7, નખત્રાણા-7 યુગલનો સમાવેશ થાય છે.

X
અખાત્રીજના કડવા પાટીદાર સમાજના 176 યુગલો લગ્નના બંધને બંધાઇ જશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી