ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Dayapar» નાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી

  નાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી

  DivyaBhaskar News Network | Last Modified - Feb 23, 2018, 03:55 AM IST

  લખપત તાલુકાના નાની વિરાણી ગામના જીપ ચાલકે 2.50 લાખના દાગીના ભરેલી થેલી મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ...
  • નાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી
   નાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી
   લખપત તાલુકાના નાની વિરાણી ગામના જીપ ચાલકે 2.50 લાખના દાગીના ભરેલી થેલી મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

   બે દિવસ પહેલાં સાયણ ગામના બિજલ રબારી તેમની પુત્રીના લગ્ન પ્રસંગે ખરીદેલા 2.50 લાખના દાગીનાની થેલી સાથે નખત્રાણાથી જીપમાં બેઠા હતા. ઉતરતી વખતે તેઓ આ કિમતી થેલી જીપમાં ભૂલી ગયા હતા. જીપના ચાલક અને માલિક ઇબ્રાહિમ મલેકને આ થેલી મળી આવતાં તેમણે મૂળ માલિકની શોધખોળ આદરીને પરત કરી હતી. હલચૈત્રીના હુલામણા નામથી ઓળખાતા આ ચાલકે જણાવ્યું હતું કે, થેલી પરત કરતાં મૂળ માલિકે 5 હજાર રૂપિયા બક્ષીસ રૂપે આપ્યા હતા જેનો તેમણે અસ્વીકાર કરીને પુત્રીના લગ્ન પ્રસંગે કરિયાવર રૂપે આપવા રબારી પરિવારને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દયાપર-નખત્રાણા વચ્ચે દૈનિક મુસાફરોની ફેરી કરતા આ મુસ્લિમ અગ્રણીએ અનેક વાર પ્રવાસીઓની કિમતી ચીજ વસ્તુઓ પરત કરી છે. પોતાના રૂટમાં શ્વાનોને નિયમિત બિસ્કિટ આપીને જીવદયાનું કાર્ય પણ કરે છે.

   રબારી પરિવાર ઘરેણાની થેલી જીપમાં ભૂલી ગયો હતો

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top