ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Dayapar» મા.મઢના ગોડાઉનમાં ફરી આગના છમકલાથી દોડધામ

    મા.મઢના ગોડાઉનમાં ફરી આગના છમકલાથી દોડધામ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 03:45 AM IST

    લખપતના માતાનામઢ ખાતે વનતંત્રના ઘાસના ગોડાઉનમાં આગ લાગતાં ઘાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. ત્યારે આ...
    • મા.મઢના ગોડાઉનમાં ફરી આગના છમકલાથી દોડધામ
      મા.મઢના ગોડાઉનમાં ફરી આગના છમકલાથી દોડધામ
      લખપતના માતાનામઢ ખાતે વનતંત્રના ઘાસના ગોડાઉનમાં આગ લાગતાં ઘાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. ત્યારે આ ગોડાઉનમાં મંગળવારે રાત્રીના અરસામાં ફરી અેકવાર આગનું છમકલું થતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ગોડાઉનમાં લાગેલી આગને ઓલાવવાની કામગીરી સંપન્ન થયા બાદ પણ કેટલી ઘાસની ગાંસડીમાંથી ધુમાડા ઉઠતા દેખાયા હતા.

      આ સળગેલ ઘાસ મંગળવારે રાત્રીના એકાએક પુન: સળગી ઉઠયું હતું. ઘાસના જથ્થામાં આગના લપકારા દેખાતા તેને ઓલાવવા માટે જવાબદારોને એકાદ કલાક સુધી દોડધામ કરવી પડી હતી. આગની ઘટના ઘટયાના 3 દિવસ બાદ પણ નુકશાનીનો સચોટ આંક જણાવવામાં વનતંત્ર ઉપરાંત અન્ય તંત્રો લાપરવાહ જ જણાતા કયાંક કંઇક રંધાઇ રહ્યાનો ગણગણાટ થતો જોવા મળ્યો હતો. આ બાબતે દયાપરના ઇન્ચાર્જ મામલતદાર પીરદાનસિંહ સોઢાને પુછતાં તેમણે વનતંત્ર તરફથી આ ઘટના અંગે મામલતદાર કચેરીને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. તો પી.એસ.આઇ વાય.પી.જાડેજાને પુછતાં તેમણે પોલીસને પણ નુકશાની અંગેની કોઇ જાણ ન કરાયાનું જણાવ્યું હતું. વન વિભાગે જવાબદાર તંત્રોને શા માટે અંધારામાં રાખ્યા તેવ સવાલ પણ સ્થાનિકેથી ઉઠી રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મા.મઢના ગોડાઉનમાં ફરી આગના છમકલાથી દોડધામ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top