તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લખપત તા.ની આંગણવાડીઓ માટે 6000 દુધના પાઉચ મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખપત તા.ની આંગણવાડીઓ માટે 6000 દુધના પાઉચ મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાનામઢમાં લખપત તાલુકાની આંગણવાડીઓ માટે મંગળવારના સંકલિત બાળ યોજના અંતર્ગત દુધ સંજીવની યોજનાનો પ્રારંભ કરાયો હતો. જેમાં દરરોજ અંદાજે 6 હજાર દૂધના પાઉચની જરૂરિયાત બતાવાઇ હતી.

લોહાણા મહાજનવાડીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને મહિલા, બાળવિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના ચેરપર્સન ભાવનાબા પરેશસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, નાના બાળકોને દુધ સંજીવની જેવું કામ કરે છે. જેથી તેમને નિયમિત દુધ આપવું જોઇએ. જેથી આઇ.સી.ડી.એસ.ના વહીવટી અને ફિલ્ડના કર્મચારીઓ તે બાબતે તકેદારી રાખે. તકે જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલ, તાલુકા ભાજપના અગ્રણી સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઇ જોશી, માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અગ્રણી કાસમભાઇ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રોગ્રામ ઓફિસર અલ્પનાબેન જૈન અને આભારવિધિ દયાપર આંગણવાડીના સીડીપીઓ કલાબેન ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

લખપત તાલુકામાં દુધ સંજીવની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો