ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Dayapar» પાક. ઘુસણખોર સંભવત: સોમવારે JICને સોંપાશે

  પાક. ઘુસણખોર સંભવત: સોમવારે JICને સોંપાશે

  DivyaBhaskar News Network | Last Modified - Apr 07, 2018, 03:40 AM IST

  સિંધ પ્રાંતના શખસનું ભુજમાં કરાયું તબીબી પરિક્ષણ : નરા પોલીસને હવાલે કરાયેલા શખસ અંગે ભેદભરમ જારી
  • પાક. ઘુસણખોર સંભવત: સોમવારે JICને સોંપાશે
   પાક. ઘુસણખોર સંભવત: સોમવારે JICને સોંપાશે
   સરહદી કચ્છના હાજીપીરથી લખપત વચ્ચેની રણ સરહદના પિલર નંબર 1127 પાસેથી બીએસએફે ગુરૂવારે વહેલી સવારે એક પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડયો હતો. સીમા સુરક્ષા દળે તેની પ્રાથમિક પુછતાછ કર્ય ાબાદ મોડી રાત્રે તેને નરા પોલીસના હવાલે કરી દેવાયો હતો. આ પાકિસ્તાની શખસને સંભવત ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના હવાલે કરાય તેવી શકયતા છે. જોકે આ શખસ અંગે સર્જાયેલા કેટલાક ભેદભરમ હજુય જારી રહેતાં તર્કવીતર્ક સર્જાયા છે.

   પાના સિંધ પ્રાંતમાં રહેતો 25 વર્ષિય મોહમ્મદ અલી નામના શખસને શુક્રવારે નરા પોલીસ ભુજની મેન્ટલ હોસ્પિટલમાં પરીક્ષણ માટે લઇ આવી હતી. ભુજમાં પરિક્ષણ કરાયા બાદ પરત તેને નરા લઇ જવાયો છે. દરમિયાન નરા પોલીસે આ પાકિસ્તાની શખસ ઝડપાવવા અંગે સબંધીતોના નિવેદન નોંધવા સહિતની આગળની કામગીરીનો ધમધમાટ આરંભવા માટેની તજવીજ હાથ ધરી છે.

   પકડાયેલ ઘુસણખોર દેખાવે ચાલાક લાગતો હોવા સાથે પોતાનું નિવેદન વારમવાર ફેરવતો હોવાના કારણે સુરક્ષા એજન્સીઓ પણ આ શખસને લઇ હાલતો ચકરાવે ચડેલી સ્થિતીમાં દેખાઇ રહી છે. પોતાને માલધારી ગણાવતો મોહમ્મદ અલી ઉંટને ચરાવવા માટે નિકળ્યો હતો અને ખોવાઇ ગયેલા ઉંટને શોધતાં શોધતાં ભારતની સરહદમાં ભુલથી પ્રવેશી ગયાની વાત એજન્સીઓના ગળે ઉતરતી નથી. ખરેખાર આ શખસ માલધારી જ છે કે પછી કોઇ અન્ય હેતુ સાથે અહી આવ્યો છે તેતો આ શખસની આકરી પુછપરછ બાદ જ સામે આવી શકસે.

   2016માં અહીથી પકડાયેલ શખસોનું આઇએસઆઇ કનેકશન ખુલ્યું હતું

   2016માં ખાવડા વિસ્તારમાંથી 2 શંકાસ્પદ શખસો ઝડપાયા હતા. પાછળથી આ બન્ને શખસો પાક ગુપ્તચર એજન્સી આઇએસઆઇના એજન્ટ હોવાનું ખુલતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. તો વળી કચ્છ બોર્ડરથી પાક બોટ ઝડપાવવી, સેટેલાઇટ ફોનના સિગ્નલ ઝડપાવવા સહિતની ઘટનાને જોતાં સુરક્ષા એજન્સીઓ આ બાબતને જરાય હળવાશથી લેવા માંગતી નથી.

   કરાંચીના બદલે કચ્છ પહોંચ્યાની વાતમાં તથ્ય કેટલું?

   મોહમ્મદ નામના આ પાકિસ્તાની ઘુસણખોરની પ્રાથમિક પુછપરછમાં એવું સામે આવ્યું છે કે તે ટ્રકમાં બેસી દુધ આપવા માટે કરાંચી તરફ જઇ રહ્યો હતો ત્યારે તેને ટ્રકચાલકે રસ્તામાં અધવચ્ચેજ ઉતારી મુકતાં તે અંધારામાં ચાલતા ચાલતા કરાંચીના બદલે કચ્છ પહોંચી આવ્યો છે. જોકે આ વાતમાં તથ્ય કેટલું એ તો પુછપરછ બાદ જ સામે આવી શકસે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાક. ઘુસણખોર સંભવત: સોમવારે JICને સોંપાશે
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `