તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાન્ધ્રોમાં મધરાતે બાળકના મોતે સર્જયા અનેક સવાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાન્ધ્રોમાં મધરાતે બાળકના મોતે સર્જયા અનેક સવાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતતાલુકાના વર્મા નગર ખાતે આવેલા પાન્ધ્રો વિજ મથકના કર્મચારીના 7 વર્ષીય પુત્રનું મંગળવારે મધ્ય રાત્રીએ મોત થતાં તેના મૃતદેહના પીએમ માટે જામનગર મોકલાતાં અનેક સવાલો સર્જાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાન્ધ્રો વિજ મથકમાં ફાયર વિભાગમાં ફરજ બજાવતા અલ્તાફ નોતિયાર મંગળવારે રાત્રે ડુટી પર ફરજ બજાવતો હતો ત્યારે તેના પુત્ર ઝહિર અલ્તાફ નોતિયાર (ઉ.વ.7)ને તેની પતિની રોશનબેન અલ્તાફ નોતિયાર જીએસઇસીએલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો મૃતક બાળકને પીએમ માટે દયાપરના સરકારી દવાખાનામાં ખસેડાતા તબીબે પીએમ માટે જામનગર મોકલાવ્યો છે.

મળતી વિગતો મુજબ મૃતકના પીતા અલ્તાફએ બીજા લગ્ન કર્યા હતા પહેલી પત્નિ જેનું બીમારીથી મોત થયું હતું ઝહિર પહેલી પત્નિનો પુત્ર હતો,બીજી પત્નિ રોશનબેને ઝહિરને હોસ્પિટલમાં મૃત હાલતમાં લઇ આવ્યા હતા, બાળકને જ્યારે હોસ્પિટલમાં લઇ અવાયો ત્યારે તેના બન્ને હાથના કાંડામાં રસ્સીના નિશાન હોવાનું બહાર આવ્યું હતું જોકે નારાયણ પોલીસ મથકે બાળકનું કયા કારણોસર મોત થયું તે અંગે કોઇ કારણ દર્શાવાયું નથી પોલીસે બનાવની નોંધ લઇ મોત પાછળના કારણો જાણવા તપાસનીશ કરણસિંહએ આગળની તપાસ હાથ ધરી છે. આમ મામલે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

હાથ પરના નિશાને ગર્ભિત સંકેત ઉભા કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો