• Gujarati News
  • National
  • સુભાષપર પ્રા. શાળામાં શિક્ષણ બહિષ્કાર જારી

સુભાષપર પ્રા. શાળામાં શિક્ષણ બહિષ્કાર જારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતતાલુકાની સુભાષપર પ્રા. શાળામાં અપૂરતા શિક્ષકો હોવાને લીધે ગ્રામજનો દ્વારા કરાયેલી કાયમી શિક્ષકો મુકવાની માંગ નહીં સંતોષાતાં મંગળવારે પણ શિક્ષણ બહિષ્કાર આંદોલન જારી રહ્યું હતું. જોકે, એક શિક્ષક મંગળવારે હાજર થયા હતા, પરંતુ ગ્રામજનોની કાયમી શિક્ષકની માગ નહીં સંતોષાતાં વાલીઓએ પોતાના બાળકોને શાળામાં મુક્યા હતા. એસએમસીના અધ્યક્ષે ઉદયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ચાર દિવસથી બાળકો શિક્ષણથી વંચિત છે, તેમ છતાં પણ જવાબદાર અધિકારી કે, તાલુકાનાં આગેવાનો સુદ્ધાં પૃચ્છા પણ નથી કરતા. સોમવારે દયાપર મામલતદારે લેખિત રજૂઆત કરાઇ છે, તેમાં કાયમી શિક્ષકોને મુકવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા પોતાના બાળકોનાં સર્ટિફિકેટ શાળામાંથી કઢાવી લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...