તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દયાપરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભવાઇ નાટક ભજવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દયાપરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભવાઇ નાટક ભજવાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતતાલુકાના દયાપર ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકારના ગીત તેમજ નાટ્ય વિભાગની સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભવાઇ નાટક કલાકારો દ્વારા ભજવાયું હતું.

દયાપરના આઝાદ ચોક ખાતે રાત્રે યોજાયેલા ભવાઇ નાટક દ્વારા કલાકારો રાજેશ નાયકના માર્ગદર્શન હેઠળ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર-ઘેર શૌચાલય તેમજ ઘર પાસે ગંદકી માંદગી નોતરે છે, તેથી ગામની શેરી તેમજ ગામ સાથે તાલુકામાં સ્વચ્છતા જાળવવા વિશે સમજ આપતું ભવાઇ નાટક યોજાયું હતું.

નાટકમાં ઉત્સવ સાંસ્કૃતિક કલાગ્રૂપના જયેશ નાયક, બાબુલાલ નાયક, મહેન્દ્રભાઇ સહિતના કલાકારો દ્વારા લોકો દ્વારા સ્વચ્છતા જાળવવા પ્રત્યે પ્રચાર-પ્રસારને વેગ આપી કેન્દ્ર સરકારના સ્વચ્છ બભારતના મિશનને સાકાર કરવાના હેતુ માટે યોજાયો હતો. તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયત દ્વારા મળેલા સહયોગ બદલ કલાકાર ગ્રૂપ દ્વારા અધિકારીઓ તેમજ ગામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સાંસ્કૃતિક કલાગ્રૂપે સ્વચ્છતા જાળવવાની સમજ આપતો કાર્યક્રમ યોજ્યો

સ્વચ્છતાનો સંદેશ આપતા કલાકારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો