Home » Gujarat » Bhuj » Dayapar » દયાપરના આરોગ્ય કેન્દ્ર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી

દયાપરના આરોગ્ય કેન્દ્ર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:00 AM

દયાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી સતાવતી સ્ટાફ ઘટ સહિતની સમસ્યાઓ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત...

  • દયાપરના આરોગ્ય કેન્દ્ર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી
    દયાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી સતાવતી સ્ટાફ ઘટ સહિતની સમસ્યાઓ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાયા બાદ પણ કોઇ નિરાકરણ ન આવતાં શુક્રવારથી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લખપત તાલુકા પંચાયતના પ્રમુખે આપી છે.

    તાલુકાના મુખ્ય મથક દયાપરના આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે વર્ષથી મહેકમ મુજબ સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓની હાલત કફોડી બને છે. અકસ્માતના કિસ્સામાં પોસ્ટમોર્ટમ સમયે કાયમી તબીબના અભાવે સમસ્યા સર્જાય છે. સીએચસી માટે મહેકમ મુજબ 3 કાયમી ડોક્ટર નીમવાના થાય છે તેની સામે એકપણ તબીબ નથી. દૈનિક પ્રસૂતિના કેસો પણ આવે છે. અંદાજે 200 દર્દીની ઓપીડી સાથેના આ સીએચસી પર આવતા આસપાસ દર્દીઓ કેટલીક વાર પૂરતા સ્ટાફના અભાવે મુશ્કેલીમાં મુકાય છે તેવી રજૂઆત કરતાં તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન જોશીએ ઉમેર્યું હતું કે, આ સમસ્યાઓના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા ડોક્ટર કે પૂરતો સ્ટાફ નીમવાની કોઇ ખાતરી અપાઇ નથી.

    સ્ટાફ ઘટ અને કાયમી તબીબ ન હોવાની સમસ્યા અંગે જિલ્લા કક્ષાએ અનેક વાર રજૂઆત કરાઇ છે જેનો સાનુકૂળ પ્રતિસાદ ન સાંપડતાં સીએમ અને આરોગ્યમંત્રી સમક્ષ ધા નાખવામાં આવી છે તેમ છતાં નિરાકરણ નહિ આવે તો તા. 23/4થી તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામજનો સાથે ઉપવાસ આંદોલન છેડાશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending