તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાનધ્રોવાંઢ બીટીયારીના ધિંગાણામાં વધુ 24ની ધરપકડ

સાનધ્રોવાંઢ-બીટીયારીના ધિંગાણામાં વધુ 24ની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારેકદિવસ અગાઉ લખપત તાલુકાના સાન્ધ્રોવાંઢ તેમજ બીટીયારી ગામના લોકો વચ્ચે સીમાડામાં જંગલખાતાની જમીન ખેડવા બાબતે થયેલ જુથ અથડામણના બનાવમાં અગાઉ ચાર શખ્સોની ધરપકડ કર્યા બાદ વધુ 24 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતા આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. હુમલાના બનાવમાં કુલ 41થી વુધ લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ નારાયણ સરોવર પોલીસે મંગળવારે ચાર આરોપીઓની કરી હતી જેના બે દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા તો બનાવના ચોથા દિવસે વધુ 24 શખ્સોની ધરપકડ કરીને પકડાયેલા 24 આરોપીઓને બુધવારે દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ પરિક્ષણ કરાવ્યા બાદ મોડી સાંજે અહિંની અદાલતમાં રિમાન્ડની માગણી સાથે રજુ કર્યા હતા. અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું બે શખ્સોને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...