તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દયાપરનાં બસ સ્ટેશન પર વડનું કરાયું વાવેતર

દયાપરનાં બસ સ્ટેશન પર વડનું કરાયું વાવેતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતતાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે બસ સ્ટેશન પર સ્વાધ્યાય પરીવાર દ્વારા એક વડના વૃક્ષનું વાવેચર કરી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.

પ્રસંગે બસ સ્ટેશન પર વડનાં વૃક્ષનું વાવેતર કર્યા બાદ સ્વાધ્યાય પરીવારના જયંતીભાઇ માવજી લિંબાણીએ જણાવ્યું હતું કે, પુજય પાંડુરંગશાસ્ત્રી દાદાએ આજના દિવસે માધવવૃંદ નામ આપી વૃક્ષનું વાવેતર કરવાનું જણાવેલ તેને પચ્ચીસ વર્ષ પુર્ણ થતાં દરેક ગામોમાં પરીવારનાં સભ્યો દ્વારા એક એક વૃક્ષનું વાવેતર કરવાનો કાર્યક્રમ યોજાયો છે. તે સાથે ઉમેર્યું હતું કે, આજના બારમી જુલાઇના દિવસે જયશ્રીદીદીને 80 વર્ષ પૂર્ણ થયા છે તેમજ આજના દિવસને યુવા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમમાં સ્વાધ્યાય પરીવારના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વૃક્ષારોપણમાં જોડાયેલા અગ્રણીઓ

ઉછેર કરવાનો સંકલ્પ કરાયો

અન્ય સમાચારો પણ છે...