Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Dayapar » દયાપર પોલીસ મથકનું રાજપુત છાત્રાલયમાં હંગામી સ્થળાંતર

દયાપર પોલીસ મથકનું રાજપુત છાત્રાલયમાં હંગામી સ્થળાંતર

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 02:55 AM

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આવેલ પોલીસ મથક જર્જરીત બનતાં લાંબા સમય બાદ આખરે અહિં હાઇવે માર્ગ નજીક રાજપુત...

  • દયાપર પોલીસ મથકનું રાજપુત છાત્રાલયમાં હંગામી સ્થળાંતર
    લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આવેલ પોલીસ મથક જર્જરીત બનતાં લાંબા સમય બાદ આખરે અહિં હાઇવે માર્ગ નજીક રાજપુત છાત્રાલય ખાતે તેનું સ્થળાંતર કરી નવા મકાનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

    ભૂંકપ બાદ તેની હાલત સાવ જર્જરીત બનતા તેમના ચોમાસા દરમિયાન ચારે બાજુથી પાણી ટપકતાં અને છતથી પોપડા પડે તેવી હાલત થઇ ગઇ હતી, આ મથકને જ્યાં સુધી નવુ પોલીસ મથક ન મળે ત્યાં સુધી અન્ય સ્થળે ખસેડવા માટે લાંબા સમયથી રજુઆતો અને હાથ ધરાયેલી પ્રક્રિયા બાદ આખરે દયાપર પોલીસ મથકને અહિં નવા બનેલા રાજપુત છાત્રાલય ખાતે હંગામી ધોરણે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દયાપર પોલીસ મથકના પીએસઆઇ વાય પી જાડેજાએ જણાવ્યું હતું કે દયાપર ખાતે નવા પોલીસ મથક બનાવવા માટે જમીન મંજુર થઇ ગઇ છે. અને ત્યાં ટુંક સમયમાં નવા મથક તથા પોલીસ ક્વાર્ટર બનાવવાની કામગીરી હાથ ધરાશે. તેમજ જ્યાં સુધી નવું પોલીસ મથકનું નિર્માણ નહી થાય ત્યાં સુધી અહીં દયાપર પોલીસ સ્ટેશનની કામગીરી કાર્યરત રહેશે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ દયાપર પોલીસ મથક, મામલતદાર કચેરી તેમજ ટ્રેજરી ઓફિસ કાર્યરત હતી. પરંતુ આ વિશાળ મકાન વર્ષ 2001માં આવેલા ધરતીકંપને કારણે તેની હાલત સાવ જર્જરીત થઇ બન્યા બાદ પણ લાંબા સમય સુધી કાર્યરત આ ત્રણે કચેરીઓ પૈકી ચારેક વર્ષ અગાઉ મામલતદાર કચેરી અહિંના સામુહિક આરોગ્ય કેન્દ્રના પ્રથમ માળે સીફ્ટ કરાઇ હતી, જ્યારે ટ્રેઝડી ઓફિસ ગામમાં ભાડા પેટે મકાન રાખી તેમા ચાલી રહી છે.જ્યારે હવે આ પોલીસ મથકનું અન્ય સ્થળે સ્થળાંતર થતાં સંભવત હવે જર્જરીત મકાનને ક્યારે પાડવાની કામગીરી હાથ ધરાશે અને તે જગ્યાઅે નવું બાંધકામ થશે તે હુજુ નક્કી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending