Home » Gujarat » Bhuj » Dayapar » દેશદેવી મા આશાપુરાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો

દેશદેવી મા આશાપુરાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 02:55 AM

હાલમાં ચાલી રહેલાં ચૈત્રી નવરાત્રિ પર્વના પાંચમા નોરતે મા આશાપુરાને ધરાવાયેલા છપ્પનભોગ અન્નકૂટનો બહોળી...

  • દેશદેવી મા આશાપુરાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો
    હાલમાં ચાલી રહેલાં ચૈત્રી નવરાત્રિ પર્વના પાંચમા નોરતે મા આશાપુરાને ધરાવાયેલા છપ્પનભોગ અન્નકૂટનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત માઇભક્તોએ લાભ લીધો હતો. મઢ જાગીર ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરના જણાવ્યા મુજબ દ્વારકાથી આવેલા મંદિરના પૂજારી ભૂદેવો નિતિન મીન, સંદિપ ઉપાધ્યાય સહિતના 15થી વધુ બ્રાહ્મણોની ટીમે વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ તૈયાર કર્યો હતો જેને જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાએ માતાજીને ધરાવ્યો હતો. આ વેળાએ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, મંદિરના પૂજારી દિલુભા તિલાટ, મયૂરસિંહ, સંજયભાઇ, હેતુભા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending