ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Dayapar» સુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત

    સુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત

    DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 02:55 AM IST

    લખપતના દયાપરથી સુભાષપરને જોડતા માર્ગ પર રવિવારે સાંજે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટનામાં ટ્રક અડફેટે આવી જતાં...
    • સુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત
      સુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત
      લખપતના દયાપરથી સુભાષપરને જોડતા માર્ગ પર રવિવારે સાંજે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટનામાં ટ્રક અડફેટે આવી જતાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

      નારાયણસરોવર પોલીસ મથકેથી મળેલ માહિતી અનુસાર અકસ્માતની અા ઘટના સાંજના 7 વાગ્યાના અરસામાં ઘટી હતી. પાન્ધ્રોમાં રહેતો અશ્વિનસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા નામનો 19 વર્ષિય યુવક સુભાષપરથી દયાપર તરફ જતા માર્ગેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતની અા ઘટનામાં અશ્વિનસિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, આરપીએલ કંપની દ્વારા લિગ્નાઇટ પરિવહનમાં ચાલતી ટ્રકોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેના ચાલકો પુર ઝડપે વાહન હંકારતા હોવાના લીધે અવાર-નવાર અકસમાતની ઘટના ઘટતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `