• Gujarati News
  • દયાપરમાં મુખ્યમંત્રી આનંદીબેનને આવકારવા તૈયારીઓનો ધમધમાટ

દયાપરમાં મુખ્યમંત્રી આનંદીબેનને આવકારવા તૈયારીઓનો ધમધમાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતતાલુકાના દયાપરમાં પાટીદાર સમાજ દ્વારા તા.17/4 થી 21/4 સુધી યોજાનારા સમૂહલગ્ન અંર્તગત 18/4ના રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેમના સ્વાગતની તૈયારી�\\\"નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બુધવારે સાંજે જિલ્લા કલેક્ટર તેમજ પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારી�\\\"એ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કડવા પાટીદાર સમાજ દ્વારા ઉજવાનારા 5 દિવસીય રજત મહોત્સવના બીજા દિવસે તા.18/4ના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખીરસરા, દયાપર, પાનધ્રો માટે પીવાના પાણીની રૂા.80 કરોડના ખર્ચે નવી પાાઈપલાઈનનું રિમોટ દ્વારા ખાતમુહૂર્ત કરશે. તેમના આગમન પૂર્વે તૈયારી�\\\" શરૂ કરાઈ હતી, જે સ્થળે કાર્યક્રમ યોજાનારો છે, તે સમાજવાડીમાં વિશાળ ડોમ બાંધવાનું કામ શરૂ કરાયું છે.

પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર રાઠવા, જે.સી. પટેલ, પ્રકાશ શાહ, નખત્રાણા પ્રાંત અધિકારી ગૌરાંગ મકવાણા, દયાપર મામલતદાર એ.કે. રાજગોર સહિતના અધિકારી�\\\" સાથે તાલુકા પાટીદાર સમાજના આગેવાનો હસમુખભાઈ ડી.પટેલ,ડાહ્યાભાઈ નથુ મૈયાત, વિશનજી વાસાણી, રમેશ ડી. લીંબાણી સાથે રહ્યા હતા.

દયાપરમાં બીજા મુખ્યમંત્રી આવશે

દયાપરખાતેમુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાતો હોય તેવો બીજો પ્રસંગ છે. અા પૂર્વે 1965માં તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ આવ્યા હતા. 50 વર્ષ બાદ આવી રહેલાં આનંદીબેન પટેલ બીજા મુખ્યમંત્રી છે.

દયાપરમાં મુખ્યમંત્રીની મુલાકાત પૂર્વે સમિક્ષા કરવા પહોંચેલા કલેકટર મહેન્દ્રભાઇ પટેલ તેમજ અન્ય અધિકારીઓ અને પટેલ સમાજના આગેવાનો.