Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Dayapar » દયાપર નજીક ટ્રકે જીપને ટકકર મારતાં 5 જણાને ઇજા

દયાપર નજીક ટ્રકે જીપને ટકકર મારતાં 5 જણાને ઇજા

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:50 AM

દયાપર ગામ નજીક રાત્રે નવેક વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રકે સામેથી આવતી જીપનતે ટકકર મારતાં...

  • દયાપર નજીક ટ્રકે જીપને ટકકર મારતાં 5 જણાને ઇજા
    દયાપર ગામ નજીક રાત્રે નવેક વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રકે સામેથી આવતી જીપનતે ટકકર મારતાં જીપમાં સવાર પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચાડી ઇજાગ્રસ્તોને સારવાર માટે દયાપર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો બનાવ બુધવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં નવા બનેલા પોલીસ મથક પાસે દયાપર અને દોલતપર જતા હાઇવે માર્ગ પર બન્યો હતો. જેમા તાલુકાના સાયણ ગામેથી અહિં દવા લેવા માટે કમાન્ડર જીપ જી.જે.16 2087 દ્રારા આવી રહેલા મુરા નગા રબારી (ઉ.વ.54), દેવા વજા રબારી (ઉ.વ.20), વેરશી ડુંગર રબારી (ઉ.વ.55), વાલબાઇ ભારા રબારી (ઉ.વ.60), તેમજ સોનીબેન વેરશી રબારી (ઉ.વ.50), રહે બધા સાયણ તાલુકો લખપતને ઉમરસરથી લિગ્નાઇટ ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે જોડદાર ટકકર મારતા જીપમાં સવાર પાંચે જણાઓને હાથ-પગ તેમજ મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાના વાહન સાથે નાશી છુટ્યો હતો. અકસ્માતમાં ભોગ બનેલાઓને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રકના ધડાકાથી જીપમાં ડ્રાઇવર સાઇડમાં નૂકશાન પહોંચ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending