ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Dayapar» મઢની આગમાં ઘાસનો કેટલો જથ્થો સળગ્યો? વનતંત્ર અજાણ

    મઢની આગમાં ઘાસનો કેટલો જથ્થો સળગ્યો? વનતંત્ર અજાણ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 02:50 AM IST

    માતાનામઢમાં વનવિભાગના ગોડાઉનમાં સોમવારે ભીષણ આગ ભભુકી ઉઠતાં હજારો કિલ્લો ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો....
    • મઢની આગમાં ઘાસનો કેટલો જથ્થો સળગ્યો? વનતંત્ર અજાણ
      મઢની આગમાં ઘાસનો કેટલો જથ્થો સળગ્યો? વનતંત્ર અજાણ
      માતાનામઢમાં વનવિભાગના ગોડાઉનમાં સોમવારે ભીષણ આગ ભભુકી ઉઠતાં હજારો કિલ્લો ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. ત્યારે આ ઘટનામાં ખરેખર કેટલી ઘાસની ગાંસડી સળગી ગઇ તે અંગે વન વિભાગ પાસે ઘટનાના 24 કલાક બાદ પણ કોઇ નકકર માહિતી ન હોતાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા પણ જતાવાઇ રહી છે.

      આગની આ ઘટનામાં ખરેખર કેટલું નુકશાન થયું તે જાણવા દીવ્યભાસ્કરની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે જવાબદાર અધિકારીઓની ગેરહાજરી અને અને તેમના ફોન સતત નો રિપ્લાય થવાની બાબત ફરી એકવાર ઉડીને આંખે વળગી હતી. શેડ બનાવવા માટે ચાલતા વેલ્ડીંગના કામ દરમિયાન તણખો ઝરવાના કારણે શોર્ટસર્કીટ થતાં આગ લાગી હતી. સ્થળ પરથી મળેલ વિગત અનુસાર ત્રણેક વર્ષ પહેલાં ગુગરીયાણા રખાલમાંથી ઘાસનો જથ્થો લાવી આ ગોડાઉનમાં સંગ્રહીત કરાયો હતો. આગમાં ઘાસની મોટાભાગની ગાંસડી સ્વાહા થઇ ગઇ છે આ ઉપરાંત એક પતરાનો શેડ આગમાં સળગી ગયો હતો.

      ઘાસના આટલા મોટા જથ્થાનું નુકશાન છતાં વનતંત્રને કોઇ જ દરકાર ન હોય તેમ તેમના દ્વારા નુકશાનીનો જાહેર કરાતો નથી કે જાણીબુઝીને અપાતો નથી તે અંગે સવાલો સર્જાઇ રહ્યા છે. સાંજે 5 વાગ્યે લાગેલી આગને ઓલાવવાની કામગીરી મધરાતે 3 વાગ્યા સુધી ચાલી હતી. રખાલમાંથી આટલો મોટો ઘાસનો જથ્થો રાખવા માટે મોટો ખર્ચ કરાયો હશે ત્યારે નુકશાનીનો આંક ઘણો ઉંચો હોવાનું મનાઇ રહ્યું છે. આ બાબતે એસીએફ તુષાર પટેલને પુછતાં તેમણે નુકશાનીનો આંક આપવામાં અસમર્થતા દેખાડી હતી. આરએફઓ મોરીનો ફોન સતત બીજા દિવસે રણકતો જ રહ્યો હતો.

      રવિવારે પણ આગનું છમકલું થયું હતું.

      વેલ્ડિંગના ચાલતા કામ સમયે રવિવારે પણ તણખો ઝરતાં આગનું છમકલું થયું હતુ઼ં પણ સ્થળ પર હાજર જવાબદારોએ તાતકાલિક પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી. ત્યારે આટલો મોટો જથ્થો એકસાઇડમાં કરવાની દરકાર ન લેવાતાં આ ઘટના ઘટી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મઢની આગમાં ઘાસનો કેટલો જથ્થો સળગ્યો? વનતંત્ર અજાણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `