ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Dayapar» શેડ બનાવવા માટે વેલ્ડીંગની કામગીરીથી શોર્ટ સર્કીટથી આગ

    શેડ બનાવવા માટે વેલ્ડીંગની કામગીરીથી શોર્ટ સર્કીટથી આગ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 27, 2018, 02:50 AM IST

    માતાનામઢ ખાતે વનવિભાગે ઘાસ સંગ્રહ કરવા માટે બનાવાયેલા ગોડાઉનમાં સોમવારે સાંજે ભીષણ આગ ભભુકી ઉઠતાં હજારો ગાંસડી...
    • શેડ બનાવવા માટે વેલ્ડીંગની કામગીરીથી શોર્ટ સર્કીટથી આગ
      શેડ બનાવવા માટે વેલ્ડીંગની કામગીરીથી શોર્ટ સર્કીટથી આગ
      માતાનામઢ ખાતે વનવિભાગે ઘાસ સંગ્રહ કરવા માટે બનાવાયેલા ગોડાઉનમાં સોમવારે સાંજે ભીષણ આગ ભભુકી ઉઠતાં હજારો ગાંસડી ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આગામી સમયની કપરી સ્થિતિને ધ્યાને લઇ ગોડાઉનમાં સંગ્રહ કરાયેલ આ મહાુમલો ઘાસનો જથ્થો પશુઓના મુખમાં જવાના બદલે ભસ્મિભુત થઇ ગયો હતો. સાંજના 5 વાગ્ય ઘાસના ગોડાઉનમાં અચાનક આગના લપકારા જોવા મળ્યા હતા જેણે જોતજોતામાં એવું તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આ આગને કાબુમાં લેતા કલાકોનો સમય લાગી ગયો હતો. ગોડાઉનમાં નવો પારનો શેડ બનાવવા માટે વેલ્ડીંગની કામગીરી કરાઇ રહી હતી ત્યારે શોર્ટસર્કીટ થવાના લીધે તણખા ઝરતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ભીષણ આગની આ ઘટનામાં મોટું નુકશાન થયાનું જાણવા મળ્યું છે. રવાપર-દયાપર હાઇવે પર આવેલ આ ગોડાઉનમાં અંદર તેમજ બહારના ભાગે રાખેલ મોટાભાગનો જથ્થો સળગી ગયો હતો. આગ લાગતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને ઓલાવવાની કામગીરી શરૂ કરી હતી. રમેશ જોશી, કાસમભાઇ, મયુરસિંહ જાડેજા, રાજુભાઇ સોની સહિતના આગેવાનોએ ફાયર ફાઇટરને બોલાવવાની કામગીરી કરી હતી.

      મઢમાં વનવિભાગના ગોડાઉનમાં આગ: હજારો ઘાસની ગાંસડી ખાખ

      માતાના મઢ ખાતે વન વિભાગના ઘાસ સંગ્રહ કરવાના ગોડાઉનમાં લાગેલી આગ નજરે પડે છે.

      સ્થાનિક અધિકારીઅોનો ફોન નો રિપ્લાય

      આગની ઘટના અંગે સચોટ માહિતી મેળવવા માટે વનતંત્રના સ્થાનિક જવાબદારોનો વારમવાર પ્રયાસ કરવા છતાં તમામ જવાબદારોનો ફોન નો રિપ્લાય થતાં ખરેખર કેટલી ગાંસડી બળી ગઇ અને કેટલું નુકશાન થયું તેની માહિતી મળી શકી નહોતી. દયાપરના જે.પી.ચાવડાએ ઘટના બાબતે અજાણતા દર્શાવી તેમના ફોન પણ કોઇ રીસીવ કરતા ન હોવાનું ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

      વનવિભાગની બેદરકારીથી ઘટી ઘટના

      લોકોના જણાવ્યા અનુસાર આ ઘટના વનવિભાગની બેદરકારીથી ઘટી હતી. શેડ બનાવવા સમયે જો ઉપર વેલ્ડીંગ કરાતું હોય અને નીચે ઘાસનો જથ્થો પડયો હોય તો તકેદારી પૂર્વક કામ કરવું જોઇએ તેને બદલી અહી ઘોર બેદરકારી જ દાખવાઇ હતી. સુત્રોએ તો એમ પણ જણાવ્યું કે જયારે આગ લાગી તે સમયે ગોડાઉન ખાતે વનતંંત્રનો કોઇ જવાબદાર કર્મી હાજર જ નહોતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: શેડ બનાવવા માટે વેલ્ડીંગની કામગીરીથી શોર્ટ સર્કીટથી આગ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `