Home » Gujarat » Bhuj » Dayapar » દયાપરમાં બહારના પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક ભોજન પીરસાય છે

દયાપરમાં બહારના પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક ભોજન પીરસાય છે

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 02:50 AM

લખપત તાલુકાના છેવાડાના દયાપર ગામે ધોરણ 10ની પરીક્ષા આપવા આવતા બહાર ગામના વિદ્યાર્થીઓને છેલ્લા સાત વર્ષથી પાટીદાર...

  • દયાપરમાં બહારના પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક ભોજન પીરસાય છે
    લખપત તાલુકાના છેવાડાના દયાપર ગામે ધોરણ 10ની પરીક્ષા આપવા આવતા બહાર ગામના વિદ્યાર્થીઓને છેલ્લા સાત વર્ષથી પાટીદાર સમાજ દ્વારા જ્ઞાતિ બાધ વિના નિ:શુલ્ક ભોજન પીરસવામાં આવે છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા પરીક્ષાર્થીઓનો સમય બચે તે આશયથી આ સેવા યજ્ઞ ચાલુ કરાયો છે.

    તાલુકા કડવા પાટીદાર સમાજે ચાલુ વર્ષે પણ શરૂ કરેલી આ સેવાનો 150 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. રવાપર, આમારા, ઘડાણી, વાલ્કા, નરા, સાયણ, બરંદા, ભાડરા સહિતના ગામોના વિદ્યાર્થીઓ પરીક્ષા સંપન્ન થયે પોતાના ગામે પહોંચે તે પહેલાં અહિં ભોજન લે છે.

    ધનજી પટેલ, કીર્તિ રંગાણી, હિતેશ લિંબાણી, ધિરજ સાંખલા, ભવાન લિંબાણી તેમજ અન્ય કાર્યકરો આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બહારના છાત્રો માટે પાટીદાર સમાજવાડી ખાતે રહેવાની સુવિધા ઉભી કરાઇ છે પણ તેનો કોઇ લાભ લેતા નથી.

    પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 7 વર્ષથી ચલાવાય છે સેવાયજ્ઞ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending