Home » Gujarat » Bhuj » Dayapar » છુગેરમાં વાહનની ટક્કરે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

છુગેરમાં વાહનની ટક્કરે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 02:50 AM

Dayapar News - લખપત તાલુકાના છુગેર ગામથી થોડા અંતરે એક વાહનની અડફેટે ચડેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. બનાવની જાણ...

 • છુગેરમાં વાહનની ટક્કરે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત
  લખપત તાલુકાના છુગેર ગામથી થોડા અંતરે એક વાહનની અડફેટે ચડેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. બનાવની જાણ થતાં વન વિભાગના જવાબદારો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત બાદ ચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો. દરમિયાન આ ઘટનાને નજરે નિહાળનારાઓના જણાવ્યા મુજબ ખાનગી કંપનીની બસના ચાલકે દર્શાવેલી ગાફેલીયતથી મોર મોતને ભેટ્યો હતો.

  બનાવને નજરે જોનારા ગ્રામજનોના જણાવ્યા મુજબ સવારે 11 વાગ્યાના અરસામાં જીજે-12 બીટી 4834 નંબર સાથેની પૂરપાટ વેગે જઇ રહેલી બસની અડફેટમાં ચડેલો મોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ મોતને ભેટ્યો હતો. જો કે, ચાલક વાહન સાથે નાસી ગયો હતો. લોકોના કહેવા મુજબ આ વાહન ઉમરસર ખાણમાં કામ કરતી બીજીઆર કંપની માટે કાર્યરત છે. દરમિયાન પ્રતાપસિંહ જાડેજાએ આ બનાવ અંગે જાણ કરતાં

  ...અનુસંધાન પાના નં.4

  દયાપરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. પી. ચાવડાને કરતાં તેઓ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને મોરનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા. અકસ્માત સર્જનારા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

  સૂત્રોનું માનીએ તો આ બનાવમાં ભીનું સંકેલવા માટે કેટલાક રાજકીય અગ્રેસરોએ ચક્રો ગતિમાન કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ