તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોઢા પર તકિયો દબાવી પુત્રને પિતા સાવકીમાતાએમોતને ઘાટ ઉતાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોઢા પર તકિયો દબાવી પુત્રને પિતા -સાવકીમાતાએમોતને ઘાટ ઉતાર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતતાલુકામાં વર્માનગરમાં ગત મંગળવારે એક ચોકાવનારા હત્યાના બનાવમાં ખુદ પિતા અને સાવકી માતાએ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની સોમવારે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી.

નારાયણ સરોવરના પીએસઆઇ ડી.બી. મજેઠિયાએ જણાવ્યું હતું કે, મૃતક ઝહિરના મામાએ નોધાવેલી ફરિયાદ બાદ તેની ઓરમાન માતા રોશનબેનની ધરપકડ કરી હતી, તેની હાથ ધરેલી સઘન પૂછતાછમાં ઝહિરના પિતા અલ્તાફની પણ સંડોવણી બહાર આવી હતી. અલ્તાફની રવિવારે સવારે ધરપકડ કર્યા બાદ તેણે કબૂલ્યું હતું કે, તેની બીજી પત્નીના આગલા ઘરના પૂત્ર પ્રત્યેના અણગમાને કારણે અવાર-નવાર ઘરમાં કંકાસ થતો હતો, જેના કારણે મંગળવારે રાત્રે 8થી 8:30 વાગ્યાના સમયમાં પતિ-પત્નીએ સાથે મળી ઝહિરને મોતને ઘાટ ઉતારી દીધો હતો, નિર્દોષ ઝહિરના તેની સાવકી માતાએ બન્ને હાથ પકડી રાખ્યા હતા અને તેના પિતાએ ઝહિરના મોઢા પર તકિયો દબાવી ગૂંગળાવી તેનું મોત નીપજાવ્યું હતું, અારોપણ રોશનબેનને શનિવારે રિમાન્ડ પૂરા થયા બાદ પાલારા જેલમાં મોકલી અપાઇ હતી, જ્યારે અલ્તાફને સોમવારે મોડી સાંજે જેલમાં મૂક્યો હતો.

આરોપી મા-બાપને પાલરા જેલમાં ધકેલાયા

વર્માનગરના દંપતીએ પોલીસને આપી કબૂલાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો