તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચાણોદમાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી: મોટી હોનારત ટળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણોદમાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી: મોટી હોનારત ટળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાંણોદનવામાંડવા વચ્ચે મુખ્ય માર્ગને અડીને આવેલા વડનું ઘટાદાર વૃક્ષ એકાએક સડક પર ધરાસાઈ થતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા. સદનસીબે માર્ગ પર વાહન ચાલક કે રાહદારી હોવાથી મોટી હોનારત ટળીહતી.

નવા માંડવા ગામથી ચાંદોદમાં પ્રવેસવાના એક માત્ર મુખ્ય માર્ગ ને અડીને આવેલા રેલ્વે ની હદ માં વિશાળ અને કદાવર વડનું વૃક્ષ કેટલાય સમય થી નમી પડ્યું હતું જેની ડાળખીઓ આવન જાવન કરતા વાહનોમાં અથડાઈ ને નુકસાન પહોચાડતી હતી.ઉપરાંત પસાર થતા રાહદારીઓ અને ચાલકો ઉપરાંત આસપાસ ના રહેવાસીઓ માટે જોખમ સમાન હોવાથી રેલ્વે તંત્ર ને જાણ કરી ઝાડ ને હટાવી લેવા રજુવાત કરાઈ હતી પરંતુ તંત્ર દ્વારા તે તરફ ધ્યાન નહિ અપાતા બુધવારે ઝાડ ધડાકાભેર જમીનદોસ થઇ ગયું હતું. સદ્નસીબે તમોટી હોનારત ટળી હતી ઝાડ ધરાસાઈ થવાથી ચાંદોદમાં મુખ્ય માર્ગ બંધ થઇ જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.ઉલ્લેખનીય છે કે બુધવારે ખેડા-ચાંદોદ બસનો ઉપરનો ભાગ ચાલકને અંદાજ નહિ રહેતા ધડાકાભેર ઝાડ સાથે અથડાતા બસમાં સવાર મુસાફરો ઘભરાઈ ઉઠયા હતા જયારે બસને મોટું નુકસાન થયું હતું.ત્યારે તંત્ર દ્વારા ધરાસાઈ થયેલા ઝાડને યુદ્ધના ધોરણે હટાવવાની કામગીરી આરંભાય તો યાત્રાધામ ચાંદોદમાં આવતા વાહાનો રાબેતા મુજબ અવર જવર કરતા થાય. જેથી યાત્રિકો અને બહાર ગામથી ચાંદોદ ની સાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ ને સમસ્યા રહે.

નગરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતાં ટ્રાફિક જામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો