જય કુબેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાગણીસોમવતી અમાસ ને અનુલક્ષી ચાંદોદ કરનાળી ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું.નર્મદા,ત્રીવેણી સ્નાન ના વિશેષ મહત્વ સાથે શ્રદ્ધાળુઓ કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ ના દર્શન નો લાભ લીધો હતો અને ચૈત્રી નવરાત્રીના પ્રારંભિક સ્નાનનો લાભ લેવા માટે ભાવિકો ઉમટ્યા હતા.

ગંગા સ્નાને,યમુના પાને અને નર્મદા દર્શને ની ઉક્તિ મુજબ પતિત પાવની માં નર્મદાજી નું સવિશેષ મહત્વ છે.વળી ચાંદોદ ની આસપાસ નો કિનારો ઋષિમુનીઓ ની ભક્તિ થી ભીજયેલો તથા તપસ્વીઓ ના તપથી તરબોળ છે જેથી કિનારે નર્મદા ત્રિવેણી સ્નાન શ્રેષ્ઠ ફળદાઈ હોય ભાવિકોનો ધસારો રહેતો હોય છે.ત્યારે આજે ફાગણની અમાસ અને સોમવારના અનન્ય સંયોગથી સોમવતી અમાસનો સંયોગ સર્જાતા કરનાળીમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો હતો તો વળી ચૈત્ર માસ ના સુભારંભ સાથેના ચૈત્રી નવરાત્રીના પ્રારંભિક સ્નાન માટે પરપ્રાંત માંથી પણ શ્રધાળું ઉમટી પડ્યા હતા.

ચૈત્રી નવરાત્રીના પ્રારંભિક સ્નાનનો લાભ લેવા માટે પરપ્રાંતમાંથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા

સોમવતી અમાસે કરનાળીમાં ભક્તોનું ઘોડાપૂર

અન્ય સમાચારો પણ છે...