તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભેંસાણના કરીયા થી સામતપરા રોડ પરનો પુલ અતિ જર્જરીત

ભેંસાણના કરીયા થી સામતપરા રોડ પરનો પુલ અતિ જર્જરીત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકાનાં કરીયા થી સામતપરા રોડ પરનો પુલ છેલ્લા ઘણા સમય થી બિસ્માર હોય જેને કારણે દુર્ઘટના બનવાની પણ શકયતા સેવાઇ રહી છે. જેથી બાબતની રજુઆત ભેંસાણ તાલુકા પંચાયતના સદસ્યએ રાજયનાં માર્ગ અને મકાન મંત્રીને કરતા તેઓેએ જર્જરીત પુલની કામગીરી શરૂ કરવા અગ્ર સચિવ સહિતનાં અધિકારીઓને સુચના આપી કામ ઝડપથી પુર્ણ કરવા પણ જણાવ્યું છે. કરીયા થી સામતપરા રોડ પર ફલ્કુ નદી પર આવેલી છે. જે નદી પરનો વર્ષો પરનો પુલ અતિ જર્જરીત હાલતમાં હોય જેને કારણે દુર્ઘટના ઘટવાનો ભય સેવાઇ રહયો છે. ઉપરાંત વાહનોની મોટી સંખ્યામાં અવર-જવર થતી હોય છે. તેમજ નજીકનાં સમયમાં ચોમાસુ આવે તે દરમ્યાન પુલ તુટવાનો ભય સેવાઇ રહયો છે. બાબતની ગંભીરતાને ધ્યાને લઇ તંત્રનું ધ્યાન દોરવા માટે ભેંસાણ તાલુકા પંચાયતનાં સદસ્ય પ્રવિણભાઇ બચુભાઇ વાઘેલા રાજયના માર્ગ અને મકાન વિભાગનાં મંત્રી અગ્ર સચિવ સહિતનાં અધિકારીઓને સુચના આપી ઝડપથી કામગીરી પુર્ણ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...