• Gujarati News
  • National
  • કમોસમી વરસાદથી ભેંસાણ યાર્ડમાં પડેલો કપાસ પલળી ગયો

કમોસમી વરસાદથી ભેંસાણ યાર્ડમાં પડેલો કપાસ પલળી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણમાંકમોસમી વરસાદથી ધાણા,જીરુ,ચણા સહિતનાં પાકને ભારે નુકસાન થયું છે. સાથે યાર્ડમાં પડેલ કપાસ પણ પલળી ગયો છે.

ભેંસાણ પંથકમાં મંગળવારે વરસાદી ઝાંપટા પડ્યા હતાં અને રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતાં. તેમજ ભેંસાણ યાર્ડમાં ખેડૂતોએ વેચેલો કપાસ પણ પલળવા લાગ્યો હતો. જેથી યાર્ડનાં ચેરમેન નટુભાઇ પોકીયા, સેક્રેટરી એસ.પી.કુબાવતને જાણ કરવામાં આવતાં કપાસ યોગ્ય જગ્યાએ હટાવી લેવામાં આવતાં વેપારીઓમાં રાહતની લાગણી પ્રસરી હતી.

વરસાદી ઝાપટાંથી કપાસ પલળતા નુકસાન. તસવીર- અરૂણ મહેતા

ચણા,ઘઉં,ધાણા સહિતનાં પાકને પણ નુકસાન

અન્ય સમાચારો પણ છે...