• Gujarati News
  • ભેંસાણમાં અનામતની ઉગ્ર માંગ પાટીદાર સમાજે આપ્યું આવેદન

ભેંસાણમાં અનામતની ઉગ્ર માંગ પાટીદાર સમાજે આપ્યું આવેદન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારસમાજને અનામતમાં સમાવવા મુદ્દે ઉત્તર ગુજરાતથી શરૂ થયેલ આંદોલનને ભેંસાણ તાલુકાનાં પાટીદાર સમાજે પણ સમર્થન જાહેર કર્યુ છે અને આજે મામલતદારને આવેદનપત્ર પાઠવીને પટેલ સમાજને ઓબીસીમાં સમાવવા ઉગ્ર માંગણી કરી હતી.

અહિંનાં સરદાર સેના ગૃપનાં નેજા હેઠળ કાર્યકરો આજે મામલતદાર કચેરીએ ધસી ગયા હતા. જ્યાં મામલતદાર કનકસિંહ પરમારને અનામત મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે વસ્તીની દ્રષ્ટીએ પટેલ સમાજ ખુબ મોટો અને આર્થિક રીતે ખૂબ પછાત સમાજ છે. ત્યારે પટેલ સમાજને ઓબીસી અનામતનો લાભ નહિં મળવાને લીધે અનામતનો ભોગ બનવું પડે છે. અને અન્યાય સહન કરવો પડી રહ્યો છે. વધુમાં રાજ્યનાં વિસનગર શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલનને ટેકો પણ જાહેર કર્યા હતો. પત્રનાં અંતે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા પણ માંગ કરી હતી. નહિંતર ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારેલ છે. અને પુરા જોશથી માંગણી કરી છે.

મામલતદારને આવેદનપત્ર પાઠવાયું }રેનીશ મહેતા