Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભેંસાણમાં ખેડુતો સહિતનાં પ્રશ્ને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવાયું
ભેંસાણતાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ખેડુતો અને ગરીબ વર્ગને લગતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા અને મહત્વની માંગણી સંતોષવા સહિતનાં મુદે આજે મામલતદાર કચેરીએ ઘસી જઇને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયા, કિસાન સેલનાં પ્રદેશ ઉપાધ્યક્ષ નટુભાઇ પોંકીયા સહિતનાં આગેવાનોએ મામલતદારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મરણોતર ગ્રાન્ટ, કુવરબાઇનું મામેરૂ, અન્નસુરક્ષા યોજનાની ગ્રાન્ટ, ભેંસાણ તાલુકાને મળેલ નથી, યોજનામાં જે ખરા હક્કદાર લાભાર્થીઓનો અગાઉ ઇન્દીરા અને સરદાર આવાસ યોજનામાં સમાવેશ થતો હતો, પરંતુ કેન્દ્ર સરકારની નવી યોજના વડાપ્રધાન આવાસ યોજનામાં લાભાર્થીને બાકાત રાખવામાં આવેલ છે તો તેનો સમાવેશ કરવા પણ માંગણી કરી છે. જમીન માપણીથી મુળ હકદારના હક છીનવાઇ જવાની ભીતી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત પાક વિમો ચુકવવા, તેમજ રામધણ, રોજ ભુંડ સહિતનાં જંગલી જનાવરોનો ત્રાસ દુર કરવા પણ જણાવ્યું છે. તકે સુરેશભાઇ વાંક, જસકુભાઇ શેખવા, અમુભાઇ અમરસેડા, રામજીભાઇ ભેસાણીયા સહિતનાં કોંગી અગ્રણીઓ પણ હાજર રહયા હતા.
જરૂરિયાતમંદો સુધી યોજનાનો લાભ પહોંચાડવા રજૂઆત. તસવીર- ભાસ્કર