તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાડીનું રખોપું કરી રહ્યા હતા ત્યારે અચાનક ત્રાટક્યો

વાડીનું રખોપું કરી રહ્યા હતા ત્યારે અચાનક ત્રાટક્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાં મોટા ગુજરીયા ગામે દીપડાએ વૃદ્ધને ઘાયલ કર્યા

ભેંસાણનાંમોટા ગુજરીયા ગામે વાડીએ રખોપું કરી રહેલા વૃધ્ધ પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા તેમને હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોટા ગુજરીયા ગામે રહેતા મેઘજીભાઇ રામજીભાઇ દલિત (ઉ.વ.65) સીમમાં આવેલ વાડીઅે રખોપુ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી દીપડાએ આવી ચડી હુમલો કરી દેતા વાંસાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આસપાસનાં લોકોએ દોડી આવી લાકડી અને હો હા દેકારો કરી દીપડાને ભગાડ્યો હતો.

ઇજાગ્રસ્ત વૃધ્ધને ભેંસાણની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. દીપડો અગાઉ પર ત્રણ વખત માનવ પર હુમલો કરી ચુક્યો છે ત્યારે તેને પાંજરે પુરવા વનતંત્ર કાર્યવાહી કરે એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...