તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભેંસાણ પંથકનાં મોરવાડાનાં તા.પં. સભ્યનું નિધન

ભેંસાણ પંથકનાં મોરવાડાનાં તા.પં. સભ્યનું નિધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકા પંચાયતમાં હજુ તાજેતરમાંજ સભ્યપદે ચૂંટાયેલા કોંગી અગ્રણીનું નિધન થયું છે. ભેંસાણ તાલુકા પંચાયતમાં હજુ તાજેતરમાંજ કોંગ્રેસમાંથી સભ્યપદે ચૂંટાઇ આવેલા બાબુભાઇ જીવરાજભાઇ ડોબરીયા (ઉ.60)નું ગઇકાલે નિધન થયું હતું. બાબુભાઇ મોરડીયા ગામનાં વતની હતા. તેનાં નિધનનાં સમાચાર મળતાં તા.પં. પ્રમુખ ગિરધરભાઇ રાદડીયા, તા.પં. શાસકપક્ષનાં નેતા અમુભાઇ અમરછેડા, કોંગ્રેસ અગ્રણી નટુભાઇ પોંકીયા, રામજીભાઇ ભેંસાણીયા, જિલ્લા પંચાયત સભ્ય ભાવેશ ત્રાપસીયા, વગેરે મોરવાડા દોડી ગયા હતા. તેમની અંતિમયાત્રા ગઇકાલ તા. 26 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:30 વાગ્યે તેમનાં મોરવાડા સ્થિત નિવાસસ્થાનેથી નિકળી હતી. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાબુભાઇ શ્વાસની બિમારીથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...