તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મફત શિક્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલવાલીઓમાં પોતાનાં સંતાનોને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં ભણાવવાનો ભારે ક્રેઝ છે. જોકે, તેની પાછળ દેખાદેખી કારણભૂત છે. કંઇક અંશે શિક્ષણની ગુણવત્તા ખાનગી શાળાઓમાં સારી હોવાની દલીલો પણ થાય છે. પરંતુ ભેંસાણની જીન પ્લોટ સરકારી પ્રાથમિક શાળાની વાત જુદી છે. અહીં છેલ્લા બે વર્ષમાં 130 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને ભણવા આવ્યા છે. શાળાનાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પગલે સ્ટાફને સફળતા મળી છે.

અંગે જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળાનાં આસી. શિક્ષક ડો. કે. વી. શેલડિયાએ વર્ષે ખાનગી શાળાની માફકજ પોતાની શાળાની વિશેષતાઓને સમાજ સુધી પહોંચાડવા માટે આખા ભેંસાણમાં પ્રચાર પ્રસાર માટે 40 જેટલાં હોર્ડીંગ લગાવ્યાં. અને પ્રચાર અભિયાન છેડ્યું. છાપામાં પેમ્ફલેટ પણ નાંખ્યા. સરકારી શાળામાં પોતાનાં બાળકોને ભણાવવા બદલ નાનમ અનુભવતા લોકોને વેકેશન દરમિયાન શિક્ષકો ભેંસાણનાં પ્રતિષ્ઠિત લોકોને સાથે રાખી આર્થિક સમૃદ્ધ લોકોને ડોર ટુ ડોર મળ્યા. અને તેમનાં સંતાનોને સરકારી શાળા તરફ વાળ્યા. પરિણામે અન્ય લોકો પણ પોતાનાં સંતાનોને સરકારી શાળામાં ભણાવવા પ્રેરાયા. તાલુકાની 44 શાળાઓ પૈકી જીન પ્લોટ સરકારી પ્રાથમિક શાળા અાજે સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ છે. શાળામાં સાધન સામગ્રી માટે ડો. શેલડિયા તેમજ શિક્ષકો ગોંડલીયા અને પોશીયાએ રૂ. 1 લાખથી વધુનો લોકફાળો કર્યો. બાળકોમાં હિમોગ્લોબિન ઓછું જણાતાં શાળામાંજ બાળકોને ઉત્તમ અને પૌષ્ટિક નાસ્તો મળી રહે માટે ઇલેક્ટ્રીક કાંટાથી નાસ્તો જોખીને પેકીંગ કરાય છે. ડો. શેલડિયા શાળા સિવાયથી 4 થી 5 કલાક શાળાને બુલંદી પર લઇ જવા ફાળવે છે. શાળામાં લોકફાળાથી સીમેન્ટનાં 17 બાંકડા, વોટર કુલર, ફિલ્ટર, મૂકવામાં આવ્યા છે. આમ હાલનાં સમયમાં મોટા ભાગનાં લોકો ખાનગી શાળા-કોલેજ અને સંસ્થાઓમાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખે છે ત્યારે શાળા તેમના માટે ઉદાહરણ રૂપ છે.

પોષ્ટીક ભોજન, વોટર કુલર અને સારા બાકડાની સુવિધા

જીન પ્લોટ શાળામાં ભેંસાણ તાલુકાનું મોટામાં મોટું પ્રથમ 3ડી થિયેટર બનાવાયું છે. ઇ-ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓએ ઇ-શિક્ષણ અપાય છે.

ફિક્સપગાર છત્તાં પ્રિન્ટરનું દાન

ડો.શેલડિયા પોતે ફિક્સ પગારમાં ફરજ બજાવે છે. પરંતુ તેમણે 7200નું પ્રિન્ટર શાળાને દાનમાં આપ્યું છે. ઉપરાંત શાળાનો સ્ટાફ દર વર્ષે પ્રવાસમાં જનાર બાળકોને પોતાનાં ખર્ચે ભોજન કરાવે છે.

શિક્ષણપર અસર નથી પડી

શાળામાંબાળકોની સંખ્યા વધતાં તેની અસર શિક્ષણ પર પડે તે માટે શિક્ષકોએ પોતાનાં ખર્ચે એક વધારાનાં ટીચરની નિમણૂંક પણ કરી છે. ઉલ્ટું, અહીંનાં બાળકો જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં સિલેક્ટ થઇ રહ્યા છે. તો એનએમએમએસ જેવી રાષ્ટ્રીય સ્કોલરશીપની પરીક્ષામાં પણ મેરિટ મેળવી રહ્યા છે.

તાલુકાની શાળાઓમાં સૌથી મોટું 3 ડી થિયેટર

બે વર્ષમાં 130 થી વધુ છાત્રો ખાનગી શાળામાંથી આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો