ક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ

ક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ ભેંસાણનાં ભાટગામે રહેતા એક પરિવારની સગીરાને મેંદરડાનાં દાત્રાણાનો શખ્સ ભગાડી ગયો...

DivyaBhaskar News Network | Updated - Mar 13, 2018, 03:50 AM
ક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ
ક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ

ભેંસાણનાં ભાટગામે રહેતા એક પરિવારની સગીરાને મેંદરડાનાં દાત્રાણાનો શખ્સ ભગાડી ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં સગીરાનાં પરિવારજનોએ તપાસ કરતા આ શખ્સે પોતાની ઉમર નાની હોવા છતાં ખોટું લગ્ન પ્રમાણપત્ર મેળવી લીધુ હતું. આ બનાવમાં સગીરાનાં પિતાએ ભેંસાણ પોલીસમાં તેની વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.દાત્રાણા ગામે રહેતો હર્ષદ પરસોત્તમ રાણોલીયા નામનો શખ્સ ગત 5 જુલાઇ 2017નાં રોજ ભેંસાણનાં ભાટગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.

બાદમાં આ સગીરા સાથેે લગ્ન કરી ખોટુ લગ્ન પ્રમાણપત્ર મેળવ્યું હતું. ત્યારબાદ સગીરાનાં પરિવારજનોએ તપાસ કરતા હર્ષદે તેના મળતિયાઓનો સાથ મેળવી પોતાનું લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પોતાની ઉમર પુરી થઇ ન હોવાછતાં લગ્નનું ખોટું પ્રમાણપત્ર મેળવી છેતરપીંડી કરી હોવાની હકીકત સામે આવી હતી. આથી સગીરાનાં પિતાએ હર્ષદ વિરૂદ્ઘ ખોટા લગ્ન કરી લગ્નનું સરકારમાંથી ખોટુ પ્રમાણપત્ર મેળવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બારસીયાએ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે હર્ષદ અને તેના લગ્નનાં ખોટા કાગળો તૈયાર કરવામાં મદદ કરનારને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

X
ક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App