• Gujarati News
  • National
  • પરબવાવડીમાં મુંડાનો ઉપદ્રવ, 20 વિઘે 5 ગુણી મગફળી ઉતરી

પરબવાવડીમાં મુંડાનો ઉપદ્રવ, 20 વિઘે 5 ગુણી મગફળી ઉતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકાનાં પરબવાવડી ગામે પણ મુંડાનો ઉપદ્વવ જોવા મળ્યો છે. હાલ માંડવીમાં મુંડા આવી જતા ખેડુતોની મહેનત પાણીમાં ઉતરી ગય છે. ત્યારે પરબધામની પાછળ આવેલા 20 વિઘાનાં ખેતરમાં મુંડા આવી જતા માત્ર 5 ગુણી માંડવી ઉતરતા ખેડુતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સર્વે કરી તાત્કાલીક પામવીમો ચુકવવાની માંગણી પણ ખેડુતો માંથી ઉઠી છે.

ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે પરબની જગ્યા પાછળ સમજુભાઇ ગોકળભાઇ કથીરીયાનું ખેતર આવેલું છે. તેમનાં 20 વિઘા ખેતરમાં તેઓએ માંડવીનું વાવેતર કર્યું હતું. માંડવી સુકાવા લાગતા તેઓએ ઓપનરથી ઉતારો લેતા 20 વિઘે જયાં 20 થી 25 ખાંડી મગફળીનો ઉતરતી ત્યાં માત્ર 5 ગુણી મગફળીનો ઉતારો આવતા ખેડુત ચોકી ગયા હતા મુંડાનાં કારણે મગફળી સાફ થઇ જતા ખેડુતોએ મોંઘા બીયારણ વાપરી મગફળીની વાવણી પછી ઉત્પાદન મળતા ખેડુતો ચિંતામાં મુકાયા છે. અને તાત્કાલીક ખેડુતને પાક વીમો ચુકવવામાં આવે.

મગફળીનાં ડોડવા ખાલી. તસવીર- અરૂણ મહેતા

મુંડાનાં કારણે પાક નિષ્ફળ

સર્વે કરી તાત્કાલિક પાકવીમો ચૂકવવા માંગ

અન્ય સમાચારો પણ છે...