તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભેંસાણથી વાંદરવડનો રસ્તો આઝાદીકાળથી બન્યો નથી

ભેંસાણથી વાંદરવડનો રસ્તો આઝાદીકાળથી બન્યો નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ગ્રામજનોનું મામલતદારને રોષપૂર્ણ આવેદન

ભાસ્કરન્યૂઝ. ભેંસાણ

ભેંસાણયાર્ડનાં ચેરમેન નટુભાઇ પોંકીયા, વજુભાઇ મોવલીયા સહિતનાં અગ્રણીઓને સાથે રાખીને વાંદરવડનાં ગ્રામજનોએ મામલતદાર વી.ઝેડ. ચૌહાણને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે વાંદરવડનાં લોકોને તાલુકા મથક સુધી પહોંચવા માટેનો સીધો રસ્તો વર્ષોથી પાકો બન્યો નથી. રોડને પાકો બનાવવા માટે અનેક વખત કરેલી રજૂઆત છતાં કંઇ પરિણામ મળ્યુ નથી. કોઇ વ્યક્તિ બિમાર પડે તો તેમને સારવાર માટે લઇ જવા 108 એમ્યુલન્સ પણ સીધા માર્ગ ચાલી શક્તી નથી., જેને વાયા ચણાકાથી ચલાવવી પડે છે. જેનું અંતર વધી જતા દર્દીનાં જીવન સામે પણ ખતરો ઉભો થાય છે. રસ્તો સાંકળો હોવાથી મોટા વાહનો કે એસટી બસ પણ ચાલી શક્તી નથી. આમ રોડને પાકો અને પહોળો બનાવવા માંગણી કરવામાં આવેલ છે.