Home » Gujarat » Junagadh Jilla » Bhesan » વીજ કોન્ટ્રાકટરનાં મોતનાં બનાવમાં પરિવારનો મૃતદેહ સ્વિકારવા ઇન્કાર

વીજ કોન્ટ્રાકટરનાં મોતનાં બનાવમાં પરિવારનો મૃતદેહ સ્વિકારવા ઇન્કાર

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 03:40 AM

ભેંસાણ પંથકનાં બરવાળા ગામે ટ્રાન્સફોર્મર બદલવાનાં કામમાં વીજ કોન્ટ્રાકટરનું મોત નિપજતાં ચણાકાનાં ગ્રામજનો...

  • વીજ કોન્ટ્રાકટરનાં મોતનાં બનાવમાં પરિવારનો મૃતદેહ સ્વિકારવા ઇન્કાર
    ભેંસાણ પંથકનાં બરવાળા ગામે ટ્રાન્સફોર્મર બદલવાનાં કામમાં વીજ કોન્ટ્રાકટરનું મોત નિપજતાં ચણાકાનાં ગ્રામજનો અને મૃતકનાં પરિવારજનો મામલતદાર કચેરીએ ધરણા પર બેસી જઇ જયાં સુધી સહાય અને વળતર ચુકવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં તંત્ર દોડતું થઇ ગયું છે. ભેંસાણનાં ચણાકા ગામનાં જયેશભાઇ શંભુભાઇ માંડવીયા પીજીવીસીએલમાં કોન્ટ્રાકટનું કામ કરતાં હોય અને ગત તા.26નાં બરવાળા ગામે ટ્રાન્સફોર્મર બદલવાનું કામ કરવા સમયે અકસ્માતે વીજ કરંટ લાગતાં તેમનું મોત નિપજયું હતું. આ દુર્ઘટનાને પગલે મૃતકનાં પરિવારજનો અને ગામજનો ભેંસાણ મામલતદાર કચેરી સામે ધરણા પર બેસી જઇ મામલતદારને આવેદન આપી મૃતકનો પરિવાર નિરાધાર બન્યો હોય યોગ્ય સહાય, વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા તંત્ર દોડતું થઇ ગયું છે. ભેંસાણ પીજીવીસીએલ કચેરીનાં સંબંધીત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

    મૃતકે અન્ય લાઇન બંધ કરાવી’તી : ઇજનેર

    મૃતક જયેશભાઇ માંડવીયાએ અન્ય વીજલાઇન બંધ કરાવી હતી અને ચાલુ લાઇનમાં ભુલથી કામગીરી શરૂ કરી દેતા આ દુર્ઘટના ઘટી હોવાનું પીજીવીસીએલનાં ઇજનેર પરમારે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending