તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચેરમેનની ચૂંટણીમાં 11 મતથી પુન: નટુભાઈ પોંકીયા ચૂંટાયા

ચેરમેનની ચૂંટણીમાં 11 મતથી પુન: નટુભાઈ પોંકીયા ચૂંટાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણયાર્ડનાં ચેરમેન પદની સમય મર્યાદા પૂર્ણ થતા ચેરમેનપદની ચૂંટણી જાહેર થતા સહકારીક્ષેત્રનું વાતાવરણ ગરમાયું હતું. બુધવારના યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલનાં ધીરૂભાઇ રફાળીયાએ ફોર્મ રજુ કર્યુ હતું. નટુભાઇ પોંકીયાને 11 મત જયારે ભાજપનાં ધીરૂભાઇ રફાળીયાને 5 મત મળતા કોંગ્રેસ ના ઉમેદવાર નટુભાઇ પોંકીયા 6 મતે વિજેતા જાહેર થયા હતા. આમ પોંકીયા પુન: ચેરમેન તરીકે વિજેતા થયા હતાં. તકે નટુભાઇએ જણાવ્યું હતું કે ભેંસાણ યાર્ડનાં વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ રહયા છીએ અને રહીશું તેમજ ખેડૂતો, વેપારી ઓના પ્રશ્ને જાગૃત રહીને તેમની સમસ્યાઓના નિકાલ માટે તત્પર રહીશું.

ભાજપે કરેલા પ્રયત્નો નિષ્ફળ રહ્યાં, મળી હાર

ભેંસાણ યાર્ડની સત્તા કોંગ્રેસનાં હાથમાં

અન્ય સમાચારો પણ છે...